- વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુ એન કેરળની મુલાકાતે
- અલગ અલગ પ્રોજક્ટસની શરૂઆત કરશે
- તેઓ અર્જુન ટેન્ક સેનાને સોંપશે
- કોચ્ચિમાં અલગ અલગ પરિયોજનાઓનું શિલાન્યાસ
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે તમિલનાડુ એન કેરળ રાજ્યની મુલાકાતે છે. વડાપ્રધાન મોદી 14 ફ્રેબુઆરીના રોજ તમિલનાડુની રાજધાની ચેન્નઇ જશે, જ્યા તેઓ અલગ અલગ પ્રોજક્ટસની શરૂઆત કરશે.આ સવિાય તેઓ અર્જુન ટેન્ક સેનાને સોંપશે. તેઓ કોચ્ચિમાં અલગ અલગ પરિયોજનાઓનું શિલાન્યાસ કરી રાષ્ટ્રને સમર્પિત કરશે.
મહત્વના પ્રોજેક્ટસનું શિલાન્યાસ
વડાપ્રધાન મોદી 11 વાગ્યે ચેન્નઇમાં એક કાર્યક્રમ દરમિયાન મહત્વની પરિયોજનાઓની શરૂઆત કરશે.જે બાદ તેઓ કેરળના કોચ્ચિ જવા રવાના થશે ત્યા તેઓ પેટ્રોકેમિકલ,ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જળમાર્ગોથી સંબંધિત કેટલાક મહત્વના પ્રોજેક્ટસનું શિલાન્યાસ કરશે. તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તમિલનાડુમાં ભાજપ AIADMK સાથે ગઠબંધન કરી રહી છે.