નવી દિલ્હીઃ PM મોદી શુક્રવારથી દક્ષિણના ચાર રાજ્યોના પ્રવાસે છે. પીએમ મોદી 11 અને 12 નવેમ્બરે કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાની મુલાકાત લેશે. (PM MODI TO VISIT 4 state of south )તેઓ 25,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેમાં 11 નવેમ્બરના રોજ બેંગલુરુમાં કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2નું ઉદ્ઘાટન સામેલ છે. પીએમ મોદી એ ચેન્નઈ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી છે. આ દક્ષિણ ભારતની પ્રથમ અને દેશની પાંચમી 'સેમી-ફાસ્ટ' ટ્રેન હશે. એક અધિકારીએ જણાવ્યું કે આ ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે અને બેંગ્લોર અને ચેન્નાઈ વચ્ચેની મુસાફરી માત્ર ત્રણ કલાકમાં પૂર્ણ થશે.
પ્રયાસોનો ઉલ્લેખ:વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બેંગલુરુમાં કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ -2 નું ઉદ્ઘાટન કરશે, (PM Modi inaugurated the Vande Mataram train )જ્યારે મૈસુર-ચેન્નઈ વંદે ભારત ટ્રેનને ફ્લેગ ઓફ કર્યુ છે. આના એક દિવસ પહેલા ગુરુવારે અધિકારીઓએ કર્ણાટકમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના તેમના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, "કેન્દ્ર સરકારે કર્ણાટકમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને વેગ આપવા માટે વિવિધ પગલાં લીધા છે અને માહિતી આપી હતી કે છેલ્લા આઠ વર્ષમાં રાજ્યમાં 5000 કિમીના રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણ માટે 70,000 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે."
વિદ્યુતીકરણ:આગળ તેમણે જણાવ્યુ હતુ કે,"વર્ષ 2014 પહેલા કેન્દ્ર સરકાર તેના રેલ્વે બજેટમાં કર્ણાટક માટે દર વર્ષે સરેરાશ માત્ર 800 કરોડ રૂપિયાની જોગવાઈ કરતી હતી, પરંતુ આ વર્ષે કર્ણાટક માટે 7000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે 2014 પહેલાના 10 વર્ષોમાં કર્ણાટકમાં માત્ર 16 કિમી રેલ્વેનું વિદ્યુતીકરણ થયું હતું, પરંતુ ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 1,600 કિલોમીટરના રેલ્વે ટ્રેકનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે."
યુરિયા ઉત્પાદન પ્લાન્ટ:વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવેમ્બર 12 ના રોજ તેલંગાણાના પેડદાપલ્લી જિલ્લામાં રામાગુંડમ ખાતે રામાગુંડમ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (RFCL) ના પ્લાન્ટને રાષ્ટ્રને સમર્પિત કરશે. કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી ભગવંત ઢુબાએ આ માહિતી આપી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું કે 2014માં મોદી વડાપ્રધાન બન્યા બાદ અહીંથી 225 કિલોમીટર દૂર રામાગુંડમમાં વિવિધ કારણોસર બંધ પડેલા પાંચ યુરિયા ઉત્પાદન પ્લાન્ટ ખોલવામાં આવ્યા છે.
ઉત્પાદન ક્ષમતા 12.7 લાખ ટન: ખુબાએ કહ્યું, 'રામાગુંડમ ફર્ટિલાઇઝર્સે ગયા વર્ષે વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 નવેમ્બરે તેનું લોકાર્પણ કરશે." તેમણે કહ્યું કે RFCL પ્લાન્ટની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 12.7 લાખ ટન યુરિયા છે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન આ સમયગાળા દરમિયાન કેટલાક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે અને એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.