ગુજરાત

gujarat

ETV Bharat / bharat

JNU કેમ્પસમાં વડાપ્રધાન મોદી સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી પરિસરમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કરશે. આપને જણાવી દઈએ કે, 12 નવેમ્બરના રોજ વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રતિમાનું અનાવરણ કરશે. જેનું સીધું પ્રસારણ જેએનયૂના ફેસબુક પેજ પર કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

By

Published : Nov 9, 2020, 9:38 AM IST

  • JNU પરિસરમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ
  • સ્વામી વિવેકાનંદ તેમના વિચારોથી યુવાનોને પ્રેરિત કરતા
  • સીધું પ્રસારણ જેએનયૂના ફેસબુક પેજ પર કરાશે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 નવેમ્બરના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી JNU જવાહરલાલ નેહરુયુનિવર્સિટીકેમ્પસમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કરશે. મૂર્તિના અનાવરણ બાદ સ્વામી વિવેકાનંદ પર એક વ્યાખ્યાનનું પણ આયોજન કરવામાં આવશે.

JNU કેમ્પસમાં વડાપ્રધાન મોદી સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કરશે

સ્વામી વિવેકાનંદ તેમના વિચારોથી યુવાનોને પ્રેરિત કરતા

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેર જગદીશ કુમારે જણાવ્યું કે, સ્વામી વિવેકાનંદ ભારતના સૌથી લોકપ્રિય બુદ્ધિજીવી, આધ્યાત્મિક ગુરુઓમાંથી એક છે. તેમણે સંપૂર્ણ ભારતને ગૌરવાન્વિત થવાનો અવસર આપ્યો હતો. સ્વામી વિવેકાનંદ તેમના વિચારોથી યુવાનોને પ્રેરિત કરતા રહ્યા છે. તેમણે ભારતીયોને તેમની સંસ્કૃતિ અને સભ્યતા પર ગર્વ કરવાની ત્તક આપી છે. સ્વામી વિવેકાનંદ હંમેશા કહેતા રહ્યા કે, શિક્ષણથી જ વ્યક્તિનો વિકાસ થઈ શકે છે.શિક્ષણથી વ્યક્તિગત વિકાસની સાથે-સાથે સંપૂર્ણ દેશનો વિકાસ થાય છે.

જે એનયૂના પૂર્વ વિદ્યાર્થીઓના સહયોગથી બની પ્રતિમા

વાઈસ ચાન્સલરે જણાવ્યું કે, યુવાઓને પ્રેરિત કરવા માટે વિશ્વવિદ્યાલય કેમ્પસમાં જ યુવાઓના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદની પ્રતિમા લગાવવામાં આવી છે. દેશના અલગ-અલગ ભાગોમાંથી વિદ્યાર્થીઓ આ વિશ્વ સ્તરીય શિક્ષણ પ્રાપ્ત કરવા માટે અહી આવે છે.તેમણે જાણકારી આપી કે, જવાહરલાલ નેહરુયુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓના સહયોગથી યૂનિવર્સિટીના કેમ્પસમાં વિવેકાનંદની પ્રતિમાં લગાવવાશે.


જે એનયુના ફેસબુક પર લાઈવ પ્રસારણ

જગદીશ કુમારે કહ્યું કે, તેમના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા યુવાઓના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદની ચર્ચા કરે છે. તેમના જીવનના મિશન દેશના યુવાઓની તેમના પદ્દ ચિન્હ પર ચાલવા માટે પ્રેરિત કરે છે. જેએનયૂ માટે આ ગર્વની વાત છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં સમુદાયની સામે જેએનયૂની શાનદાર ઈતિહાસના હિસ્સાના રુપમાં જેએનયૂને સંબોધિત કરવાની સહમતી આપી છે. આ સમગ્ર કાર્યક્રમને જેએનયૂના ફેસબુક પર સીધું પ્રસારણ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details