હૈદરાબાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Hyderabad Visit)આજે હૈદરાબાદમાં 11મી સદીની ભક્તિ શાખાના સંત શ્રી રામાનુજાચાર્યની સ્મૃતિમાં 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી'ની પ્રતિમાનું અનાવરણ (pm modi to unveil statue of equality in hyderabad) કરીને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ઉપરાંત વડાપ્રધાન રાજ્યના પાટનચેરુ ખાતે ઇન્ટરનેશનલ ક્રોપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અર્ધ-શુષ્ક ઉષ્ણકટિબંધ (ICRISAT) કેમ્પસની મુલાકાત લઈને સંસ્થાની 50મી વર્ષગાંઠની ઉજવણીનું પણ ઉદ્ઘાટન કરશે. તેલંગાણાના મુખ્ય સચિવ સોમેશ કુમાર અને પોલીસ મહાનિર્દેશક એમ મહેન્દ્ર રેડ્ડીએ શુક્રવારે વડાપ્રધાનની મુલાકાતની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
PM મોદી 216 ફૂટ ઊંચી 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી' પ્રતિમાનું અનાવરણ કરશે
વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર મોદી 216 ફૂટ ઊંચી 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી' પ્રતિમાનું અનાવરણ (pm modi to unveil statue of equality in hyderabad) કરશે. આ પ્રતિમા 11મી સદીના ભક્તિ શાખાના સંત શ્રી રામાનુજાચાર્યની યાદમાં બનાવવામાં આવી છે. આ પ્રતિમા 'પંચધાતુ'થી બનેલી છે જે સોના, ચાંદી, તાંબુ, પિત્તળ અને જસતનું મિશ્રણ છે અને તે વિશ્વની સૌથી ઊંચી ધાતુની પ્રતિમાઓમાંની એક છે જે બેઠક સ્થિતિમાં છે. પીએમઓના જણાવ્યા અનુસાર તેની સ્થાપના 54 ફૂટ ઊંચી બેઝ બિલ્ડિંગ પર કરવામાં આવી છે, જેને 'ભદ્ર વેદી' નામ આપવામાં આવ્યું છે. તે એક વૈદિક ડિજિટલ પુસ્તકાલય અને સંશોધન કેન્દ્ર, પ્રાચીન ભારતીય ગ્રંથો, એક થિયેટર, એક શૈક્ષણિક ગેલેરી ધરાવે છે, જે સંત રામાનુજાચાર્યના ઘણા કાર્યોની વિગતો રજૂ કરે છે.
આ પણ વાંચો:જામિયાના વાઇસ ચાન્સેલરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત