નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે (23 જાન્યુઆરી) ઇન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની (PM Modi to unveil Netaji statue at India Gate) ગ્રેનાઇટ પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન મોદીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ પર ભારતના આ મહાન સપૂત પ્રત્યે કૃતજ્ઞતાના પ્રતિક તરીકે ઈન્ડિયા ગેટ પર ગ્રેનાઈટની પ્રતિમા (Netaji Statue at India Gate) સ્થાપિત કરવામાં આવશે.
નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી
આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે કેન્દ્ર સરકાર ઈન્ડિયા ગેટ સ્થિત અમર જવાન જ્યોતિની જ્યોતને નેશનલ વોર મેમોરિયલમાં પ્રજ્વલિત જ્યોત સાથે ભેળવી દેવાને લઈને વિરોધ પક્ષોના નિશાના પર છે. શુક્રવારે એક ટ્વિટમાં વડાપ્રધાને કહ્યું હતું કે, "એ સમયે જ્યારે દેશ નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે, મને તમારી સાથે શેર કરતા આનંદ થાય છે કે ભારતમાં તેમની એક ભવ્ય ગ્રેનાઈટ પ્રતિમા ઈન્ડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવશે. આ તેમના પ્રત્યે રાષ્ટ્રની કૃતજ્ઞતાનું પ્રતીક હશે. વડાપ્રધાને કહ્યું કે, જ્યાં સુધી નેતાજીની ગ્રેનાઈટ પ્રતિમા તૈયાર નહીં થાય ત્યાં સુધી તે જગ્યાએ તેમની હોલોગ્રામ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. તેઓ 23 જાન્યુઆરીએ નેતાજીની જન્મજયંતિના અવસરે આ હોલોગ્રામ પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે.