મુંબઈ: ભારતીય નૌકાદળ દિવસ 2023 માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ભારતીય નૌકાદળ દિવસ 2023 આ વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાની મુલાકાતે છે. ઉલ્લેખનીય છે કે દેશમાં સૌથી પહેલા નેવીની સ્થાપના કરનાર શિવાજી મહારાજની આ પ્રતિમા ભારતીય નેવી દ્વારા સિંધુદુર્ગ જિલ્લામાં સ્થાપિત કરવામાં આવી છે.
તરકરલી બીચ ખાતે કાર્યક્રમનું આયોજન:સિંધુદુર્ગ બાદ PM મોદી તરકરલી બીચની પણ મુલાકાત લીધી. તરકરલી બીચ ખાતે ભારતીય નૌકાદળ દિવસ નિમિત્તે વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી આ કાર્યક્રમમાં ભાગ લેશે અને વિશાળ જનસભાને સંબોધશે. પીએમ મોદી તરકરલી બીચ પરથી ભારતીય નૌકાદળના જહાજો, સબમરીન, એરક્રાફ્ટ અને વિશેષ દળોના ઓપરેશનલ પ્રદર્શનને નિહાળશે. આ દરમિયાન પીએમ સાથે રાજ્યપાલ રમેશ બેસ, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહેશે.