નવી દિલ્હીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Punjab Visit) આજે પંજાબના પ્રવાસે જવાના હતા. કૃષિ કાયદા રદ્દ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબની આ પહેલી (PM Modi's first visit Punjab after repeal Of Agriculture Act) મુલાકાત હતી. જો કે, પીએમ મોદી લગભગ બે વર્ષ પછી પંજાબના પ્રવાસે જઈ રહ્યા હતા અને આગામી પંજાબ વિધાનસભા ચૂંટણી 2022ને (Punjab Assembly Election 2022) ધ્યાનમાં રાખીને, આ પ્રવાસને રાજ્યમાં ચૂંટણીના ઉપક્રમની જેમ જોવામાં આવી રહ્યો હતો.
PM મોદી આજે ફિરોઝપુરની મુલાકાત કરવાના હતા
આજે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ ફિરોઝપુરમાં હતા (PM Modi to visit Ferozepur today)જ્યાં તેઓ રાજ્યને કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સની ભેટ આપવાના હતાં. (PM બહુવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે). ફિરોઝપુર પ્રવાસ દરમિયાન પીએમ મોદી જાહેર સભાને સંબોધિત પણ (pm modi will address a rally in Ferozepur) કરવાના હતા.
PM મોદી પંજાબને કરોડની યોજનાઓ ભેટમાં આપશે
આગામી પંજાબ વિધાનસભા ચૂંટણીને જોતા એમ કહેવું ખોટું નહીં હોય કે આ પ્રવાસ પીએમ મોદીના મિશન પંજાબની શરૂઆત છે. PM મોદી પંજાબને 42,750 કરોડની યોજનાઓ ભેટમાં આપશે.
મોદી દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ પણ કરવાના હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબના ફિરોઝપુરમાં દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ પણ કરવાના હતા. આ મુખ્ય શીખ ધાર્મિક સ્થળોને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરવાના હતા. જેનાથી વૈષ્ણોદેવી સુધી પહોંચવું પણ સરળ બનશે.
મોદી વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરવાના હતા
ફિરોઝપુરની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂપીયા 42,750 કરોડથી વધુના ખર્ચની વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરવાના હતા. આ પ્રોજેક્ટ્સમાં દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવે, અમૃતસર-ઉના સેક્શનને ચાર-માર્ગીકરણ, મુકેરિયા-તલવાડા નવી મોટી રેલ્વે લાઇન, ફિરોઝપુર ખાતે પીજીઆઈ સેટેલાઇટ સેન્ટર અને કપૂરથલા અને હોશિયારપુરમાં બે નવી મેડિકલ કોલેજોનો સમાવેશ થાય છે.
પંજાબમાં બે મોટા રોડ કોરિડોરનો શિલાન્યાસ કરાવાના હતા
પંજાબ રાજ્યમાં અનેક રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો (Development of National Highways started In Punjab) વિકાસ શરૂ થયો છે. પરિણામે રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ લંબાઈ 2014માં લગભગ 1700 કિલોમીટરથી વધીને 2021માં 4100 કિલોમીટરથી વધુ થઈ ગઈ છે. આવા પ્રયાસો ચાલુ રાખીને પંજાબમાં બે મોટા રોડ કોરિડોરનો શિલાન્યાસ કરવામાં આવવાનો હતો. મુખ્ય ધાર્મિક કેન્દ્રો સુધી પહોંચ વધારવાના વડાપ્રધાનના વિઝનને પરિપૂર્ણ કરવાની દિશામાં પણ આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવે કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે
669 કિલોમીટર લાંબો દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવે કુલ રૂપિયા 39,500 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. આનાથી દિલ્હીથી અમૃતસર અને દિલ્હીથી કટરાની મુસાફરીનો સમય અડધો થઈ જશે. ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે મુખ્ય શીખ ધાર્મિક સ્થળો - સુલતાનપુર લોધી, ગોઇંદવાલ સાહિબ, ખડૂર સાહિબ, તરનતારન અને કટરા ખાતેના વૈષ્ણો દેવી મંદિરને જોડશે.