- ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં 6,000 રુપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે
- ચૂકવણી દર ચાર મહિનામાં એક વખત થાય છે
- બંગાળ સરકારે પહેલા આ યોજનાનો વિરોધ કર્યો હતો
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 9 ઓગસ્ટે દેશભરના નવ કરોડ ખેડૂતોને PM કિસ્સાન સમ્માન નિધિ યોજના (kisan samman nidhi yojana) હેઠળ કુલ 19,000 કરોડ રૂપિયા ફાળવશે. આમ દરેક ખેડૂતના બેન્ક ખાતામાં બે હજાર રુપિયા આવશે. PM કિસાન સમ્માન યોજના હેઠળ દર વર્ષે ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં 6,000 રુપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે.
ખેડૂતોને આઠ હપ્તા મોકલવામાં આવી ચૂક્યા છે
PM કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રુપિયા આપવામાં આવે છે. આ ચૂકવણી દર ચાર મહિનામાં એક વખત બે હજાર રુપિયાના સ્વરુપમાં કરવામાં આવે છે. આ યોજના 24 જાન્યુઆરીના રોજ શરૂ થઈ હતી. અત્યાર સુધી ખેડૂતોને આઠ હપ્તા મોકલવામાં આવી ચૂક્યા છે. આ પહેલા આઠમા હપ્તાની ચૂકવણી 14મી મેના રોજ કરવામાં આવી હતી. ગયા વર્ષે PM કિસાન યોજનાનો છેલ્લો હપ્તો 25 ડિસેમ્બર 2020ના રોજ આપવામાં આવ્યો હતો. બંગાળ સરકારે પહેલા આ યોજનાનો વિરોધ કર્યો હતો, પરંતુ પછી તે આ યોજનામાં શામેલ થઈ હતી.