- ડોક્ટર ડેનિયલ યેરગિને 1983માં સેરાવીકની સ્થાપના કરી હતી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમારોહમાં વીડિયો કોન્ફરન્સથી હાજર રહેશે
- દર વર્ષે માર્ચ મહિનામાં હ્યુસ્ટનમાં સેરાવીકનું આયોજન કરવામાં આવે છે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે કેમ્બ્રિજ એનર્જી રિસર્ચ એસોસિએટ્સ વીક (સેરાવીક)ના વૈશ્વિક ઊર્જા અને પર્યાવરણ લીડરશીપ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. વડાપ્રધાન મોદી આ સમારોહમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહેશે. આ સાથે જ વડાપ્રધાન આ સમારોહને સંબોધિત પણ કરશે.
વાંચો: કેવડિયામાં આજથી કમાન્ડર કોન્ફરન્સ, શનિવારે PM મોદી કરશે સંબોધન