- વડાપ્રધાન મોદી નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો કરશે શિલાન્યાસ
- ઉત્તરપ્રદેશ પાંચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવતું રાજ્ય બનશે
- નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ દેશનું પ્રથમ શૂન્ય નિકાસકારી એરપોર્ટ
નવી દિલ્હીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે 25 નવેમ્બરે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો (Noida International Airport) શિલાન્યાસ કરશે. આ એરપોર્ટ પૂર્ણ થયા બાદ ઉત્તરપ્રદેશ દેશનું એકમાત્ર એવું રાજ્ય બની જશે જ્યાં પાંચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (International Airport) હશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, આ દેશનું પ્રથમ શૂન્ય ઉત્સર્જન એરપોર્ટ ( Zero Emission Airport) હશે.
ઉત્તરપ્રદેશ અને ભારતનો ઈતિહાસ ઐતિહાસિક પ્રસંગ
વડાપ્રધાન મોદીએ નોઈડા એરપોર્ટના ઉદ્ઘાટનને લઈને ટ્વીટ કરીને કહ્યું કે, જેવર એરપોર્ટનો શિલાન્યાસ એ ઉત્તર પ્રદેશ અને ભારતના ઈતિહાસમાં (Indian History) એક ઐતિહાસિક પ્રસંગ છે.
વડાપ્રધાન મોદીના વિઝનને અનુરૂપ એરપોર્ટ
આ પહેલા મંગળવારે એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના જેવરમાં 25 નવેમ્બરે બપોરે 1 વાગ્યે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કરશે. આ સાથે ઉત્તર પ્રદેશ પાંચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવતું એકમાત્ર રાજ્ય બની જશે. PMOએ કહ્યું હતું કે, આ એરપોર્ટનો વિકાસ એવિએશન સેક્ટરને ભવિષ્યની જરૂરિયાતો માટે તૈયાર કરવા અને કનેક્ટિવિટી મજબૂત કરવાના વડાપ્રધાન મોદીના વિઝનને અનુરૂપ છે.