- PM મોદી 4 મેડિકલ કૉલેજોનો શિલાન્યાસ કર્યો
- દિલ્હીથી વિડીયો કૉન્ફરન્સના માધ્યમથી જોડાયા PM
- 1300 કરોડ રૂપિયાના ખર્ચે રાજસ્થાનમાં બનશે મેડિકલ કૉલેજો
જયપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરના રાજસ્થાનમાં 4 નવી મેડિકલ કૉલેજોનો શિલાન્યાસ(Foundation stone laid for 4 new medical colleges)કર્યો. 1300 કરોડ રૂપિયાના ખર્ચે આ ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ સિરોહી (Government Medical College Sirohi), હનુમાનગઢ, બાંસવાડા તેમજ દૌસા જિલ્લા મુખ્યમથકે બની રહી છે. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી વિડીયો કૉન્ફરન્સના માધ્યમથી જોડાયા. મુખ્ય કાર્યક્રમ ગુરૂવારની સવારે 11 વાગ્યે જયપુરના સીતાપુર સ્થિત સેન્ટ્રલ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેકનિકલ ઇન્સ્ટિટ્યુટમાં યોજાયો. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન અશોક ગેહલોત સહિત કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન પણ હાજર રહ્યા.
1300 કરોડ રૂપિયાનો થશે ખર્ચ, 530 કરોડ રૂપિયા ખર્ચ કરશે રાજ્ય સરકાર
સિરોહી, હનુમાનગઢ, બાંસવાડા તેમજ દૌસા જિલ્લા મુખ્યમથકોએ બની રહેલી આ 4 મેડિકલ કૉલેજોમાં પ્રત્યેકનો ખર્ચ 325 કરોડ રૂપિયા છે. કેન્દ્ર તથા રાજ્ય સરકારની વચ્ચે 60:40ના રેશિયામાં ખર્ચ ઉઠાવવામાં આવશે. આ રીતે ચારેય મેડિકલ કૉલેજોના નિર્માણમાં રાજ્ય સરકાર 520 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.
મેડિકલ કૉલેજથી થશે ફાયદા
આ નવી મેડિકલ કૉલેજો શરૂ થવાથી 4 જિલ્લામાં 160 બેડ્સનો વધારો થશે. 20 નવા ઑપરેશન થિયેટરોની સુવિધા થશે. લગભગ 15 પ્રકારની વધારાની વિશેષતાઓમાં પણ વધારે થઈ શકશે. નવી મેડિકલ કૉલેજોના નિર્માણથી સિરોહી, હનુમાનગઢ, બાંસવાડા તેમજ દૌસા જિલ્લામાં સ્થાનિક સ્તર પર સામાન્ય લોકોને સારી મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકશે. મેડિકલ વિદ્યાર્થીઓને જિલ્લામાં જ પ્રેક્ટિકલ ક્લિનિકલ ટ્રેનિંગ મળી શકશે. આ કૉલેજોમાં શૈક્ષણિક ભવન, રેસિડન્ટ, નર્સેસ તેમજ ઇન્ટર્ન હૉસ્ટેલ, આચાર્યનું નિવાસસ્થાન, શિક્ષકોનું નિવાસસ્થાન અને રમતગમતનું મેદાન બનાવવામાં આવશે.