ગુજરાત

gujarat

ETV Bharat / bharat

RBIના કાર્યક્રમમાં બોલ્યા PM Modi, દેશમાં રોકાણના વ્યાપમાં થશે વધારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે ભારતીય રિઝર્વ બેન્કની (RBI) 2 નવી ગ્રાહક કેન્દ્રિત પહેલો, ભારતીય રિઝર્વ બેન્કની (RBI) છૂટક પ્રત્યક્ષ યોજના (Retail real plan) અને રિઝર્વ બેન્ક એકીકૃત લોકપાલ યોજનાનો (Reserve Bank Integrated Lokpal Scheme) પ્રારંભ કરાવ્યો છે.

RBIના કાર્યક્રમમાં બોલ્યા PM Modi, દેશમાં રોકાણના વ્યાપમાં થશે વધારો
RBIના કાર્યક્રમમાં બોલ્યા PM Modi, દેશમાં રોકાણના વ્યાપમાં થશે વધારો

By

Published : Nov 12, 2021, 8:17 AM IST

Updated : Nov 12, 2021, 7:34 PM IST

  • ભારતીય રિઝર્વ બેન્કની (RBI) 2 નવી ગ્રાહક કેન્દ્રિત પહેલોની આજે થયો પ્રારંભ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) વીડિયો કોન્ફરન્સના (Video conference) માધ્યમથી આ પહેલોનો કરાવ્યો પ્રારંભ
  • રોકાણકાર RBI બેન્કના હવાલાથી ઓનલાઈન સરકારી સિક્યોરિટીઝ એકાઉન્ટ્સ (Government Security Department) સરળતાથી ખોલી શકે છે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે (શુક્રવારે) સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ની 2 નવી ગ્રાહક કેન્દ્રિત પહેલ, ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ની છૂટક પ્રત્યક્ષ યોજના (Retail real plan) અને રિઝર્વ બેન્ક એકીકૃત લોકપાલ યોજનાની (Reserve Bank Integrated Lokpal Scheme) શરૂઆત કરાવશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી જાહેર એક નિવેદન અનુસાર, RBI છૂટક પ્રત્યક્ષ યોજનાનો ઉદ્દેશ સરકારી સિક્યોરિટીઝ બજારમાં (Securities market) છૂટક રોકાણકારોની (Retail Investors) પહોંચ વધારવાનો છે. આ અંતર્ગત છૂટક વેપારીઓ માટે ભારત સરકાર અને રાજ્ય સરકારે દ્વારા જાહેર સિક્યોરિટીઝમાં સીધા રોકાણ કરવાનો રસ્તો ખૂલી જશે.

રોકાણકારો હવે પોતાની સિક્યોરિટીઝને જાળવી પણ શકશે

PMOએ કહ્યું હતું કે, રોકાણકાર RBIના હવાલાથી ઓનલાઈન સરકારી સિક્યોરિટી ખાતુ (Government Security Department) સરળતાથી ખોલી શકે છે અને તે સિક્યોરિટીઝને જાળવી પણ શકે છે. આ સેવા નિઃશુલ્ક હશે. PMOના મતે, એકીકૃત લોકપાલ યોજનાનો (Integrated Lokpal Scheme) ઉદ્દેશ ફરિયાદોને દૂર કરવાની પ્રણાલીમાં વધુ સુધારો લાવવાનો છે, જેથી સંસ્થાઓની વિરુદ્ધ ગ્રાહકોની ફરિયાદોને દૂર કરવા માટે RBI નિયમ બનાવી શકે.

PMOએ વધુમાં ઉમેર્યું હતું કે, આ યોજનાની કેન્દ્રિય વિષયવસ્તુ 'એક રાષ્ટ્ર-એક લોકપાલ'ની (One Nation-One Lokpal) ખ્યાલ પર આધારિત છે, જે અંતર્ગત એક પોર્ટલ, એક ઈ-મેલ અને એક સરનામું હશે, જ્યાં ગ્રાહક પોતાની ફરિયાદો નોંધાવી શકે છે. ગ્રાહક એક જ સ્થળ પર પોતાની ફરિયાદ આપી શકે છે, દસ્તાવેજ જમા કરાવી શકે છે, પોતાની ફરિયાદો-દસ્તાવેજોની સ્થિતિ જાણી શકે છે અને ફીડબેક પણ આપી શકે છે.

રોકાણકારોને તમામ મદદ મળી રહે તે માટે ટોલફ્રી નંબર પણ અપાશે

આ માટે એક બહુભાષી ટોલફ્રી નંબર (Multilingual toll free number) પણ આપવામાં આવશે, જે ફરિયાદોનું સમાધાન કરવા અને ફરિયાદોને નોંધવા અંગે તમામ જરૂરી જાણકારી આપશે. કાર્યક્રમમાં કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ (Union Finance Minister Nirmala Sitharaman) અને ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ (Reserve Bank of India Governor Shaktikant Das) પણ ઉપસ્થિત રહેશે.

RBIના કાર્યક્રમમાં બોલ્યા PM Modi, દેશમાં રોકાણના વ્યાપમાં થશે વધારો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ભારતીય રિઝર્વ બેન્કની (RBI) 2 ગ્રાહક કેન્દ્રિય પહેલોની આજથી શરૂઆત કરાવી છે. શુક્રવારે વર્ચ્યૂઅલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આ 2 ખાસ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો હતો, જે છૂટક રોકાણકારોના કામની છે. આ અંગે મળતી માહિતી અનુસાર, ભારતીય રિઝર્વ બેન્કની 2 નવી ગ્રાહક-કેન્દ્રિત પહેલ, ભારતીય રિઝર્વ બેન્કની છૂટક પ્રત્યક્ષ યોજના અને રિઝર્વ બેન્ક એકીકૃત લોકપાલ યોજનાની (Reserve Bank Integrated Lokpal Scheme)નો પ્રારંભ કરાવ્યો છે. વડાપ્રધાને આ બંને યોજનાઓની શરૂઆત કરાવતા સમયે કહ્યું હતું કે, કોરોનાના આ પડકારજનક સમયગાળામાં નાણા મંત્રાલયે, RBI અને અન્ય નાણાકીય સંસ્થાઓએ ખૂબ જ પ્રશંસનીય કાર્ય કર્યું છે.

આ પણ વાંચો-કેન્દ્ર સરકારના હસ્તક્ષેપને કારણે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છેઃ ખાદ્ય મંત્રાલય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે, RBI દેશની આશા પર ખરો ઉતરશે. છેલ્લા 6-7 વર્ષમાં કેન્દ્ર સરકારે (Central Government) સામાન્ય ભારતીયોની આકાંક્ષાઓને પૂરી કરવા માટે કામ કર્યું છે. RBIએ સામાન્ય ભારતીયોને ધ્યાનમાં રાખી અનેક પગલા ઉઠાવ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે RBIની જે 2 યોજનાઓને લોન્ચ કરવામાં આવી છે. તેનાથી દેશમાં રોકાણના વ્યાપમાં વધારો થશે. કેપિટલ માર્કેટ્સને એક્સેસ (Capital Market access) કરવા રોકાણકારો માટે વધુ સરળ અને સુવિધાજનક થઈ જશે.

આ પણ વાંચો-નોટબંધીના 5 વર્ષ પછી ડિજિટલ ચૂકવણીની સાથે ચલણી નોટનું પ્રમાણ પણ વધ્યું

આ યોજનાની કેન્દ્રિય વિષયવસ્તુ 'એક રાષ્ટ્ર-એક લોકપાલ'ની (One Nation-One Lokpal) ખ્યાલ પર આધારિત છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ યોજનાની કેન્દ્રિય વિષયવસ્તુ વિષયવસ્તુ 'એક રાષ્ટ્ર-એક લોકપાલ'ની (One Nation-One Lokpal) ખ્યાલ પર આધારિત છે, જે અંતર્ગત એક પોર્ટલ, એક ઈ-મેલ અને એક સરનામું હશે, જ્યાં ગ્રાહક પોતાની ફરિયાદો નોંધાવી શકે છે. ગ્રાહક એક જ સ્થળ પર પોતાની ફરિયાદ આપી શકે છે, દસ્તાવેજ જમા કરાવી શકે છે, પોતાની ફરિયાદો-દસ્તાવેજોની સ્થિતિ જાણી શકે છે અને ફીડબેક પણ આપી શકે છે.

રોકાણકારો હવે પોતાની સિક્યોરિટીઝને જાળવી પણ શકશે

RBI છૂટક પ્રત્યક્ષ યોજનાનો ઉદ્દેશ સરકારી સિક્યોરિટીઝ બજારમાં (Securities market) છૂટક રોકાણકારોની (Retail Investors) પહોંચ વધારવાનો છે. આ અંતર્ગત છૂટક વેપારીઓ માટે ભારત સરકાર અને રાજ્ય સરકારે દ્વારા જાહેર સિક્યોરિટીઝમાં સીધા રોકાણ કરવાનો રસ્તો ખૂલી જશે. રોકાણકાર RBIના હવાલાથી ઓનલાઈન સરકારી સિક્યોરિટી ખાતુ (Government Security Department) સરળતાથી ખોલી શકે છે અને તે સિક્યોરિટીઝને જાળવી પણ શકે છે. આ સેવા નિઃશુલ્ક હશે.

રોકાણકારોને તમામ મદદ મળી રહે તે માટે ટોલફ્રી નંબર પણ અપાશે

આ માટે એક બહુભાષી ટોલફ્રી નંબર (Multilingual toll free number) પણ આપવામાં આવશે, જે ફરિયાદોનું સમાધાન કરવા અને ફરિયાદોને નોંધવા અંગે તમામ જરૂરી જાણકારી આપશે. કાર્યક્રમમાં કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ (Union Finance Minister Nirmala Sitharaman) અને ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ (Reserve Bank of India Governor Shaktikant Das) પણ ઉપસ્થિત રહેશે.

Last Updated : Nov 12, 2021, 7:34 PM IST

ABOUT THE AUTHOR

...view details