- વડાપ્રધાન મહામારીની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરશે
- મોદી ગુરૂવારે સાંજે 6.30 વાગ્યે મુખ્યપ્રધાનો સાથે કરશે સંવાદ
- અગાઉ, ડૉ. હર્ષ વર્ધને આરોગ્ય પ્રધાનો સાથે બેઠક કરી હતી
નવી દિલ્હી:દેશભરમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદી આજે ગુરૂવારે મુખ્યપ્રધાનો સાથે ચર્ચાઓ કરશે. આ દરમિયાન, વડાપ્રધાન મહામારીની વર્તમાન સ્થિતિ તેમજ દેશભરમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનની સમીક્ષા કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન સાંજે 6.30 વાગ્યે મુખ્યપ્રધાનો સાથે સંવાદ કરશે. આ દરમિયાન, વડાપ્રધાન કોરોનાની વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા માટે મોટો નિર્ણય લઈ શકાય છે.
આ પણ વાંચો:વડાપ્રધાન મોદીએ AIIMSમાં કોરોના રસીનો બીજો ડોઝ લીધો, ટ્વિટ કરી આપી માહિતી
દેશવ્યાપી સંક્રમણની સ્થિતિ
આ પહેલા પણ વડાપ્રધાન મોદીએ 17 માર્ચે મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરી હતી. ત્યારે, વડાપ્રધાને કહ્યું હતું કે, જો અહીં આ વધતી જતી મહામારીને રોકવામાં નહી આવે તો દેશવ્યાપી સંક્રમણની સ્થિતિ બની શકે છે.