નવી દિલ્હી : દેશમાં ફરી એકવાર કોવિડ-19 સંક્રમણના(latest situation of covid 19) કેસોમાં થયેલા વધારા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરી હતી.(PM Modi to interact with Chief Ministers) આ સંવાદ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ પણ કોવિડ-19ની સ્થિતિ અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. વડાપ્રધાન આજે બુધવારે બપોરે 01 વાગ્યે દેશમાં કોવિડ-19 સંબંધિત સ્થિતિ પર વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરી હતી.
આ પણ વાંચો - PM મોદી આજે શિવગિરિ યાત્રાની 90મી વર્ષગાંઠ પર કરશે સંબોધિત
મુખ્યપ્રધાનો સાથે કર્યો સંવાદ - વડાપ્રધાને રવિવારે દેશમાં ફરી એકવાર કોવિડ-19 ના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને દેશવાસીઓને સાવચેત રહેવા અને માસ્ક પહેરવા, યોગ્ય અંતરનું પાલન અને વારંવાર હાથ ધોવા જેવા તમામ નિવારક પગલાંનું પાલન કરવા વિનંતી કરી હતી. ઓલ ઈન્ડિયા રેડિયોના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના તાજેતરના એપિસોડમાં વડાપ્રધાને કહ્યું હતું કે, આગામી દિવસોમાં ઈદ, અક્ષય તૃતીયા, ભગવાન પરશુરામની જન્મજયંતિ અને વૈશાખ બુદ્ધ પૂર્ણિમાના તહેવારો ઉજવવામાં આવશે. તેમણે કહ્યું, 'આ તમામ તહેવારો સંયમ, પવિત્રતા, દાન અને સંવાદિતા પર ભાર મૂકે છે અને હું તમને અગાઉથી શુભેચ્છા પાઠવું છું.'
આ પણ વાંચો -Raisina dialogue 2022: PM મોદી આજે કરશે રાયસીના ડાયલોગની સાતમી આવૃત્તિનું ઉદ્ઘાટન
કોરોનાની બાબત પર કરાઇ ચર્ચા -વડાપ્રધાને કહ્યું કે, આ તહેવારોને ખૂબ જ ઉલ્લાસ અને સંવાદિતા સાથે ઉજવો, પરંતુ આ બધાની વચ્ચે બધાએ કોરોનાથી પણ સતર્ક રહેવું પડશે. મંગળવારે દેશમાં એક જ દિવસમાં કોવિડ-19ના 2,483 નવા કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4,30,62,569 થઈ ગઈ છે. સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 15,636 થઈ ગઈ છે.