નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રીય બાલ પુરસ્કારના વિજેતાઓ સાથે વાતચીત કરશે (PM Modi to interact with Bal Puraskar awardees). આ પ્રસંગે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની અને રાજ્ય પ્રધાન મહેન્દ્ર મુંજપરા પણ ઉપસ્થિત રહેશે.
દરેક વિજેતાને એક લાખ રૂપિયાની રોકડ રકમ અને પ્રમાણપત્ર અપાશે
ભારત સરકાર પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર અંતર્ગત બાલ શક્તિ પુરસ્કાર (Bal Shakti Award 2022) અસાધારણ ક્ષમતાઓ અને નવીનતા, રમતગમત, કલા અને સંસ્કૃતિ, સમાજ સેવા, શાળા ક્ષેત્ર અને બહાદુરીના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ ધરાવતા બાળકોને સન્માનિત કરે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે, દરેક વિજેતાને એક લાખ રૂપિયાની રોકડ રકમ અને પ્રમાણપત્ર આપવામાં આવશે.