નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાલવીરોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બ્લોકચેન ટેક્નોલોજીનો (Blockchain technology) ઉપયોગ કરીને ડિજિટલ પ્રમાણપત્રો એનાયત (PM Modi to interact with Bal Puraskar awardees) કર્યાં છે. પીએમ મોદીએ વર્ષ 2022 અને 2021 માટેના વડાપ્રધાન રાષ્ટ્રીય ચિલ્ડ્રન એવોર્ડ (PMRBP) પુરસ્કાર વિજેતાઓ (Pradhan Mantri Rashtriya Bal Puraskar awardees 2022) સાથે વાર્તાલાપ કર્યો અને તેમને બિરદાવ્યાં હતાં.
શેના માટે આપવામાં આવે છે આ પુરસ્કાર?
વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કાર હેઠળ બાલ શક્તિ પુરસ્કાર (PMRBP) દ્વારા અસાધારણ ક્ષમતાઓ અને નવીનતા, રમતગમત, કલા અને સંસ્કૃતિ, સમાજ સેવા, શાળા ક્ષેત્ર અને બહાદુરીના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ મેળવનારા બાળકોને સન્માનિત કરે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આ પુરસ્કારમાં દરેક વિજેતાને એક લાખ રૂપિયાની રોકડ રકમ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.