નવી દિલ્હી: દેશમાં કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ગોવામાં (PM Modi Goa Visit) મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન (PM will inaugurate Mopa International Airport) કરશે. આ વિકાસ સમગ્ર દેશમાં વિશ્વ-સ્તરીય માળખાકીય સુવિધાઓ અને પરિવહન સુવિધાઓ પ્રદાન કરવાના કેન્દ્રના સતત પ્રયાસનું પરિણામ છે. નવેમ્બર 2016માં વડાપ્રધાન દ્વારા એરપોર્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
એરપોર્ટમાં કેટલો થયો ખર્ચ: આ એરપોર્ટ લગભગ રૂપિયા 2,870 કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. તે ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની થીમ પર બનેલ છે અને તેમાં સોલાર પાવર પ્લાન્ટ, ગ્રીન બિલ્ડીંગ, રનવે પર એલઈડી લાઈટો, વરસાદી પાણીનો સંગ્રહ, રિસાયક્લિંગ સહિતની અન્ય સુવિધાઓ સાથે અત્યાધુનિક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. તેણે 3-D મોનોલિથિક પ્રિકાસ્ટ બિલ્ડિંગ, સ્ટેબલરોડ, રોબોટિક હોલો પ્રિકાસ્ટ વોલ, 5G સુસંગત IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી કેટલીક શ્રેષ્ઠ તકનીકો અપનાવી છે. એરપોર્ટની કેટલીક વિશેષતાઓમાં વિશ્વના સૌથી મોટા એરક્રાફ્ટને હેન્ડલ કરવામાં સક્ષમ રનવે, એરક્રાફ્ટ માટે નાઇટ પાર્કિંગની સુવિધા તેમજ 14 પાર્કિંગ બે, સેલ્ફ-બેગેજ ડ્રોપ ફેસિલિટી, અત્યાધુનિક અને સ્વ-ટકાઉ એર નેવિગેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ (Mopa International Airport in Goa) થાય છે.
મલ્ટી મોડલ કનેક્ટિવિટીનું આયોજન: શરૂઆતમાં, એરપોર્ટનો (Mopa International Airport in Goa) પ્રથમ તબક્કો વાર્ષિક આશરે 4.4 મિલિયન મુસાફરો (MPPA)ને પૂરી કરશે, જેને 33 MPPAની મહત્તમ ક્ષમતા સુધી વિસ્તારી શકાય છે. એરપોર્ટ રાજ્યના સામાજિક-આર્થિક વિકાસને વેગ આપશે અને પ્રવાસન ઉદ્યોગની જરૂરિયાતો પૂરી કરશે. તે એક મુખ્ય લોજિસ્ટિક્સ હબ તરીકે સેવા આપવાની ક્ષમતા ધરાવે છે, જે અનેક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્થળોને સીધી રીતે જોડે છે. એરપોર્ટ માટે મલ્ટી મોડલ કનેક્ટિવિટીનું પણ આયોજન છે.