- વડાપ્રધાન કેરળમાં કેટલીયે પરીયોજનાઓનો કરશે શુભારંભ
- વડાપ્રધાન મોદી રાષ્ટ્રને સોંપશે કાસરગોડ સોલર પાવર પ્રોજેક્ટ
- PM તિરુવનંતપુરમ ખાતે 94 કરોડ રૂપિયાનું ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો શુભારંભ કરશે
નવી દિલ્હી: વડાપ્રધાન મોદી ચૂંટણી રાજ્ય કેરળમાં કેટલીયે પરીયોજનાઓનો શિલાન્યાસ કરશે. 19 ફેબ્રુઆરીના રોજ PM મોદી કેરળમાં વીજળી અને શહેરી પ્રોજેક્ટ શરૂ કરશે. આ અંતર્ગત વડાપ્રધાન દેશને પચાસ મેગાવોટ કાસરગોડ સોલર પાવર પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ઉપરાંત, તેરુવનંતપુરમ ખાતે 94 crore કરોડના ખર્ચે ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો શિલાન્યાસ કરશે.
PM અનેક પરીયોજનાઓનો શુભારંભ કરશે
PMOએ કહ્યું કે, વડાપ્રધાન 320 KVની પુગાલુર (તમિલનાડુ) - ત્રિશૂર (કેરળ) પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ વોલ્ટેજ સોર્સ કન્વર્ટર (VSC) આધારિત હાઇ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ (HVDC) પ્રોજેક્ટ ભારતનો પહેલો HVDC પ્રોજેક્ટ છે.