ગાંધીનગરઃ મારૂતિ સુઝુકીને ભારતમાં આવ્યાને 40 વર્ષ (Commemorating 40 years of Suzuki) પૂર્ણ થાય છે. આ નિમિત્તે મારૂતિ સુઝુકીએ 28 ઓગસ્ટના રોજ ગાંધીનગરના મહાત્મા (PM Modi Appearance in Maruti Suzuki Function) મંદિરમાં એક ખાસ કાર્યક્રમ યોજ્યો છે. જેમાં વડાપ્રધાન મોદી (PM Modi Mahatma Mandir Gandhinagar) ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિરમાં યોજાયેલા કાર્યક્રમમાં મોદીએ સંબોધન કર્યું હતું.
આ પણ વાંચોઃગણતરીની સેકન્ડોમાં જ ટ્વીન ટાવર તળીયે, જૂઓ વીડિયો
સુઝુકીનો પારિવારિંક સંબંધઃ ભારત અને ભારતના લોકો સાથે સુઝુકીનો પારિવારિંક સંબંધ 40 વર્ષનો સંબંધ થયો છે. એક બાજું ગુજરતામાં ઈ વ્હીકલની બેટરી માટે મોટો પ્લાન્ટ શરૂ થઈ રહ્યો છે. તોબીજી બાજું હરિયાણામાં મોટર પ્લાન્ટ થઈ રહ્યો છે. આ સુઝુકીની અનેક એવી શક્યતા અને સંભાવનાઓના દ્વારો ખોલશે. આ માટે હું સુઝુકી પરિવારને શુભેચ્છા પાઠવું છે. ખાસ કરીને ઓસામો સુઝુકીને શુભેચ્છા આપું છુું. જ્યારે તમે મને મળો છઓ ત્યારે ભારતમાં સુઝુકીનું નવું વિઝન આપો છો.
આબેને યાદ કર્યાઃ મે મહિનામાં મારી એની સાથે મુલાકાત કરી હતી. મારા માટે આવા કાર્યક્રમનો સાક્ષી બનવો એક સારો અને યાદગાર અનુભવ છે. સુઝુકી ભારત અને જાપાનની મજબુત ભાગીદારીનો પ્રતીક છે. બન્ને દેશ વચ્ચે આ સંબંધો અનેક ઊંચાઈઓ સુધી ગયા છે. આજે ગુજરાતને મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનથી લઈ ઉત્તર પ્રદેશમાં રૂદ્રાક્ષ પાછળ અનેક એવી વિકાસ યોજના છે. જ્યારે આ સંબંધોની વાત થાય છે ત્યારે પૂર્વ વડાપ્રધાન આબેની જરૂર યાદ ાવે છે. જ્યારે તેઓ ગુજરાત આવ્યા હતા ત્યારે ગુજરાતના લોકો હજુ એમને યાદ કરે છે. આજે વડાપ્રધાન કિશિદા આગળ વધારી રહ્યા છે. હાલ વીડિયો સંદેશ પણ સાંભળ્યો. આ માટે જાપાનના નાગરિકો અને વડાપ્રધાનને અભિનંદન પાઠવું છું.
આ પણ વાંચોઃ મોદીની સભામાં આ કાર્યકર્તાએ આકર્ષણ જમાવ્યું, હેરસ્ટાઈલ પણ મોદી મોદી
સુઝુકીએ ગુજરાતનું પાણી પીધુઃઆ પ્રસંગે ગુજરાત અને હરિયાણાના લોકોને શુભેચ્છા પાઠવું છું. જે દેશના ઔદ્યોગિક વિકાસ અને મેક ઈન ઈન્ડિયાને ગતિ આપે છે. આ બન્ને રાજ્યની સરકારે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસનો લાભ યુવાનોને મળી રહ્યો છે. આ ખાસ આયોજનમાં જૂની યાદો આવે છે. મને યાદ છે. 13 વર્ષ પહેલા જ્યારે આ કંપની પોતાના ઉત્પાદન માટે ગુજરાત આવી ત્યારે એ સમયે કહ્યુ હતું કે, જેમ જેમ આ મારૂતી ગુજરાતનું પાણી પીશે ત્યારે એને ખબર પડશે કે, વિકાસનું પર્ફેક્ટ મોડલ ક્યા છે. ગુજરાતે સુઝુકીને કરેલો પોતાનો વાયદો નિભાવ્યો છે. કંપનીએ ગુજરાતની વાત પણ એ જ સન્માન સાથે સ્વીકારી છે.
ગુજરાત ઉત્પાદ રાજ્યઃ સમગ્ર દુનિયામાં ગુજરાત ટોપ ઓટોમેટિવ ઉત્પાદન તરીકે ઊભરી રહ્યું છે. આ પ્રસંગ એવો છે. જેમાં ગુજરાત અને જાપાનના સંબંધો પર જેટલી ચર્ચા કરૂ એટલી ઓછી છે. ગુજરાત અને જાપાન વચ્ચેનો સંબંધો ડિપ્લોમેટિક દાયરાથી ઊચો અને ઉપર છે. 2009માં વાયબ્રન્ટ શરૂ થઈ ત્યારથી જાપાન આ સાથે એક પાર્ટનર દેશ તરીકે જોડાયેલો છે. આ મોટી વાત છે કે, એક રાજ્ય છે અને બીજો દેશ છે. બન્ને સાથે ચાલે એ મોટી વાત છે. આજે પણ વાયબ્રન્ટમાં જાપાનની ભાગીદારી સૌથી વધીારે છે. મુખ્યપ્રધાન કાળના દિવસોમાં કહેતો કે, મારે ગુજરાતમાં મિની જાપાન બનાવવું છે. આ પાછળનો ભાવ એ હતો કે, જાપાનના અધિકારી અને મહેમાનોને ગુજરાતમાં જાપાનની અનુભૂતી થાય. જાપાનના લોકો અને કંપનીઓને અહીં કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય.
આ પણ વાંચોઃ કચ્છીઓ માટે ઐતિહાસિક ક્ષણ જિલ્લાના અનેક ગામોને મળશે પીવાનું પાણી
ગુજરાતમાં જાપાનઃ આપણે સૌ જાણીએ છીએ કે, ગોલ્ફ વગર તમે જાપાનની કલ્પના ન કરી શકો. ગુજરાતમાં એવું કંઈ ન હતું. તો મારે જાપાનને અહીં લાવવા ગોલ્ફ કોર્ષ શરૂ કરવા જોઈએ. ગુજરાતમાં અહીં અનેક ગોલ્ફના મેદાન છે. જ્યારે જાપાનના લોકો સમય પસાર કરે છે. ગુજરાતમાં જાપાની ક્યુઝિન છે. જાપાનના લોકોને મુશ્કેલી ન પડે એ માટે ગુજરાતીઓએ જાપાનની ભાષા શીખી લીધી. આના ક્લાસ હજુ ચાલું છે. જાપાન પાસેથી સ્નેહ પણ મળ્યો છે. આજે આનું પરિણામ જોવા મળ્યું છે. જાપાનની સવાસોથી વધુ કંપનીઓ ગુજરાતમાં કામ કરે છે. બાયોફ્યૂલથી લઈને ઓટો સુધી જાપાનની કંપનીઓ વિસ્તાર કરી રહી છે. અનેક એવી કંપનીઓને પ્લગ એન્ડ પ્લે માટેની સુવિધા ગુજરાત છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ જાપાન અનેક યુવાનોને ટ્રેનિંગ આપી રહી છે. ઘણી આઈઆઈટી સાથે પણ ટાઈઅપ છે. અમદાવાદમાં ઝેન ગાર્ડન છે. આ યોગદાન ગુજરાત ક્યારેય નહીં ભૂલે. કાયઝનને લઈને જેટલા પ્રયાસ ગુજરાતે કર્યા એનો ગુજરાતને અનેક લાભ થયા છે. ગુજરાત આજે વિકાસની જે ઊંચાઈ પર છે એમાં કાયઝનનો ફાળો છે.
કેન્દ્રમાં પોલીસીઃ દિલ્હી જઈને પણ આ સિસ્ટમ લાગુ કરી છે. જાપાન પ્લસની એક વિશેષ વ્યવસ્થા કરી છે. ગુજરાત અને જાપાનની યાત્રાને સફળ બનાવનાર અનેક એવા મિત્રો અહીં છે. આજે ભારતમાં ઈ વ્હીકલનું માર્કેટ જેટલી ઝડપથી મોટું થાય છે. થોડા વર્ષો પહેલા એની કલ્પના કરવી મુશ્કેલ હતી. આ વાહનો ખૂબ સાયલન્ટ હોય છે. એ અવાજ નથી કરતા. આ સાયલન્સ કોઈ વાહનનું નહીં પણ દેશમાં એક સાયલન્ટ ક્રાંતિની શરૂઆત છે. લોકો આને પ્રમુખ સાધન માને છે. દેશ પણ આ માટે ગ્રાઉન્ડ રીપોર્ટ તૈયાર કરી રહ્યો છે. આ માટે સપલ્યા અને ડિમાન્ડ બન્ને પર કામ કરી રહ્યો છે. સરકારે ઈ વ્હીકલ લેનારાને ઈન્કમ ટેક્સમાં છૂટથી લઈ લોન સરળતા સુધીની સવલત અપાય છે.