બેંગ્લુરૂઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના દ્વિવાર્ષિક એરોસ્પેસ પ્રદર્શન-એરો ઈન્ડિયાનું ઉદ્ઘાટન હેતું બેંગ્લુરૂ આવ્યા હતા. જ્યાં તેમણે એરો ઈન્ડિયા એર-શૉ નિહાળ્યો હતો. તેમણે 'એરો ઈન્ડિયા' દેશને લશ્કરી એરક્રાફ્ટ, હેલિકોપ્ટર, સંરક્ષણ સાધનો અને નવા યુગના એવિઓનિક્સ પ્રોડક્શન માટે ઉભરી રહેલા નવા કેન્દ્ર તરીકે ગણાવ્યું છે. એરફોર્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બેંગલુરુ મહાનગરની બહારના હવાઈ વિસ્તારમાં વાયુસેનાના યાલહંકા સૈન્ય મથક પર પાંચ દિવસીય પ્રદર્શનમાં 98 દેશોની 809 સંરક્ષણ કંપનીઓ ઉત્સાહભેર ભાગ લેશે.
આ પણ વાંચોઃ Delhi Mumbai Expressway: પીએમ મોદી દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કરશે, જાણો Expressway ની મોટી વાતો
આત્મનિર્ભરની થીમઃએરો ઈન્ડિયામાં લગભગ 250 બિઝનેસ-ટુ-બિઝનેસ કરાર પર સહી સિક્કા થવાની આશા છે. એવું આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે. આશરે રૂ. 75,000 કરોડના રોકાણનો માર્ગ ખોલશે. તેમણે એવું પણ કહ્યું કે એરો ઈન્ડિયાની 14મી આવૃત્તિની થીમ 'ધ રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ' નક્કી કરવામાં આવી છે. તેનો હેતું એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રોમાં દેશની ક્ષમતાઓમાં વૃદ્ધિ દર્શાવીને મજબૂત અને આત્મનિર્ભર 'નવા ભારત'ના વિકાસને વધારે વેગ આપવાનો છે. આ એક્ઝિબિશન સરકારના 'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ' વિઝનને અનુરૂપ સ્વદેશી ઉપકરણો અને ટેક્નોલોજીના એક્ઝિબિશન પર ધ્યાન કેન્દ્રીત કરે છે.