નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં 9મી P-20 Summitનું ઉદ્દઘાટન કરશે. P-20 Summitની યજમાની ભારતની સંસદ દ્વારા કરવામાં આવી રહી છે. આ સમિટ G-20 Summit અંતર્ગત યોજાઈ રહી છે. 9મી P-20 Summitની થીમ 'એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય માટે સંસદ' રાખવામાં આવી છે.
P-20 Summit: પીએમઓ જણાવે છે કે આ કાર્યક્રમમાં G-20 સભ્યો અને આમંત્રિત દેશોની સંસદના અધ્યક્ષો ભાગ લેશે. આફ્રિકી સંઘના સભ્ય બન્યા બાદ પેન આફ્રિકા સંસદ P-20 Summitમાં ભાગ લેશે. તેમજ P-20 Summitમાં મુખ્ય ચાર વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સાર્વજનિક ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી લોકોમાં પરિવર્તન, મહિલાઓના નેતૃત્વવાળો વિકાસ, એસડીજીમાં તેજી લાવવી અને સતત ઊર્જા સંક્રમણ. આ પહેલા કુદરત સાથે તાલમેલ મીલાવવા એક હરિયાળી અને નિશ્ચિત ભવિષ્યની દિશામાં પહેલ કરીને ચર્ચા વિચારણા માટે 12મી ઓક્ટોબરે લાઈફ(LIFE) પર એક પૂર્વ શિખર સંમેલન સંસદીય મંચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.