નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે ભારતની પ્રથમ પ્રાદેશિક રૈપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS)નું ઉદ્ઘાટન કરવા માટે તૈયાર છે. PM મોદી 20 ઓક્ટોબરે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોર પર 17 કિલોમીટર લાંબા સેક્શનનું ઉદ્ઘાટન કરશે. આ ટ્રેનો દેખાવમાં મેટ્રો ટ્રેન જેવી જ છે પરંતુ તેના કોચ લગેજ કેરિયર અને મિની સ્ક્રીન જેવી સુવિધાઓથી સજ્જ છે.
17 કિમી લાંબી રેપિડ રેલ સેવા : હાલમાં, પ્રથમ તબક્કામાં સાહિબાબાદથી દુહાઈ સુધી લગભગ 17 કિલોમીટર લાંબી રેપિડ રેલ સેવા શરૂ થવા જઈ રહી છે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેન સાહિબાબાદ, ગાઝિયાબાદ, ગુલધર, દુહાઈ અને દુહાઈ ટર્મિનલ એવા 5 સ્ટેશનો પર ઉભી રહેશે. દિલ્હી-મેરઠ પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ તેના પ્રકારનો પ્રથમ પ્રાદેશિક કનેક્ટિવિટી પ્રોજેક્ટ છે.
કલાકમાં આટલું અંતર કાપશે : જ્યારે 2025માં પૂર્ણ થશે, ત્યારે તે માત્ર એક કલાકના સમયમાં 82 કિલોમીટરનું અંતર કાપશે. અગાઉ 8 માર્ચ, 2019ના રોજ પીએમ મોદીએ દિલ્હી ગાઝિયાબાદ મેરઠ RRTS કોરિડોરનો શિલાન્યાસ કર્યો હતો. RRTS સ્કીમ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તમામ વર્તમાન પરિવહન પ્રણાલીઓને જાહેર પરિવહનના અન્ય મોડ જેમ કે બસ સ્ટેન્ડ, એરપોર્ટ, મેટ્રો સ્ટેશન, રેલ્વે સ્ટેશન વગેરે સાથે જોડીને એક વિશાળ નેટવર્ક બનાવવામાં આવે છે.
દેશની પ્રથમ રેપિડ રેલ હશે : RRTS સિસ્ટમ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરો માટે મુસાફરીને સરળ અને સુવિધાજનક બનાવવાનો અને લોકોને વધુને વધુ સાર્વજનિક મોડનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનો છે. રેપિડ રેલ દેશની પ્રથમ રેલ્વે સિસ્ટમ હશે જે એક હાઇ-સ્પીડ રેલ નેટવર્ક છે જેની સ્પીડ 160 કિમીથી 180 કિમી સુધીની હોઈ શકે છે.
ગુજરાતનો આ પ્રકારનો ફાળો રહેલ છે : આ મૉડલ રેપિડ રેલમાં વપરાતી મલ્ટિ-મોડલ ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ હેઠળ વિકસાવવામાં આવ્યું છે. તે સંપૂર્ણપણે ગુજરાતમાં બનાવવામાં આવ્યું છે. આ સંપૂર્ણપણે સ્વદેશી બનાવટના રેલ કોચ હશે જે અત્યંત સુવિધાઓથી સજ્જ હશે. આ રેપિડ રેલમાં કુલ છ કોચ હશે, જેમાંથી એક કોચ મહિલાઓ માટે અનામત રાખવામાં આવ્યો છે.
- IT raid: આવકવેરા વિભાગે 94 કરોડ રોકડા, 8 કરોડની જ્વેલરી, 30 લક્ઝરી ઘડિયાળો જપ્ત કરી
- Jamnagar News: હાપા માર્કેટ યાર્ડમાં આજથી લાલ મરચાની આવક શરૂ થઈ, જાણો હરાજીમાં ખેડૂતોને મળ્યા કેટલા ભાવ?