- મોદી બ્રિટિશ સમકક્ષ જોહ્નસનની સાથે ઓનલાઇન સમિટ યોજશે
- દ્વિપક્ષીય સંબંધોને વિસ્તૃત કરવા માટેનો બ્લુપ્રિન્ટ જાહેર કરશે
- ભારત-યુકેના સહયોગ અને વિસ્તરણ માટે માર્ગ બનાવશે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના બ્રિટીશ સમકક્ષ બોરિસ જ્હોનસન સાથે ઓનલાઇન સમિટ કરશે અને આ દરમિયાન તેઓ આગામી 10 વર્ષમાં દ્વિપક્ષીય સંબંધોને વિસ્તૃત કરવા માટેનો બ્લુપ્રિન્ટ જાહેર કરશે.
સંમેલનની જાહેરાત કરતા વિદેશ મંત્રાલયે કહ્યું કે, તે બહુપરીમાણીય વ્યૂહાત્મક સંબંધોને વધારવાની અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર સહકાર મજબૂત બનાવવાની તક પૂરી પાડશે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા
ગંભીર પરિસ્થિતિનો સામનો કરવામાં મદદ મળી શકે
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, પરિષદ દરમિયાન વર્ષ 2030 માટે એક વિસ્તૃત રોડમેપ બનાવવામાં આવશે. જે આગામી દાયકામાં ભારત-યુકેના સહયોગ અને પાંચ મુખ્ય ક્ષેત્રમાં વિસ્તરણ માટે માર્ગ બનાવશે.