- વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આવતીકાલે (17 ઓગસ્ટે) પેરાલિમ્પિકના ખેલાડીઓ સાથે કરશે વાતચીત
- વડાપ્રધાન મોદી (PM Modi) ટોક્યો પેરાલિમ્પિકના ખેલાડીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી કરશે વાતચીત
- ટોક્યો પેરાલિમ્પિક 2020 (Tokyo Paralympics 2020)માં 9 અલગ-અલગ રમતમાં 54 પેરા એથલિટ ભારતનું પ્રતિનિધિત્વ કરશે
હૈદરાબાદઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓએ જેમ દેશનું નામ રોશન કર્યું છે. તેમ જ હવે તમામ લોકોની નજર ટોક્યો પેરાલિમ્પિક 2020 પર છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પણ પેરાલિમ્પિકના ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે (17 ઓગસ્ટે) ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics)માં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓ સાથે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરશે.
આ પણ વાંચો-Tokyo Paralympics: 54 ભારતીય ખેલાડીઓ ટોક્યો પેરાલિમ્પિક્સ માટે થયા રવાના
આ વખતે ઓલિમ્પિકમાં જનારું દળ સૌથી મોટું છે