ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Narendra modi in Ayodhya: PM મોદી 30 ડિસેમ્બરે અયોધ્યામાં કરશે રોડ શો, અયોધ્યાથી દેશની જનતાને કરશે સંબોધન - અયોધ્યાની મુલાકાતે નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 ડિસેમ્બરે ફરી એક વખત અયોધ્યાની મુલાકાતે આવી રહ્યાં છે, મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી આગામી 30મી ડિસેમ્બરે અયોધ્યાની મુલાકાતે આવી રહ્યાં છે. વડાપ્રધાન મોદીની અયોધ્યા મુલાકાતને લઈને પ્રદેશના અધિકારીઓ તેમજ રામ જન્મ ભૂમિ તિર્થ ક્ષેત્રના સંચાલકો અને ટ્ર્સ્ટીની એક બેઠક મળી હતી. આ બેઠકમાં પીએમ મોદીની અયોધ્યાની મુલાકાતને લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.

Narendra modi in Ayodhya
Narendra modi in Ayodhya

By ETV Bharat Gujarati Team

Published : Dec 24, 2023, 8:04 AM IST

અયોધ્યા (ઉત્તર પ્રદેશ): અયોધ્યાના કમિશનર ગૌરવ દયાલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે અયોધ્યાની મુલાકાતે આવી રહ્યાં છે, અહીં તેઓ રામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ થનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સ્વની તૈયારીઓની સમીક્ષા કરશે. આ ઉપરાંત પીએમ મોદી અયોધ્યા એરપોર્ટ અને રેલ્વે સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરશે અને એક રોડ શો પણ કરશે અને ત્યાર બાદ એક જાહેર સભાને સંબોધશે.

અયોધ્યામાં પીએમ મોદીનો કાર્યક્રમ: વડાપ્રધાનની 30 ડિસેમ્બરે અયોધ્યાની મુલાકાત અંગે જિલ્લાના ટોચના અધિકારીઓ તેમજ રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ સાથે શનિવારે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક અંગે અયોધ્યાના કમિશનર ગૌરવ દયાલે વધુમાં જણાવ્યું હતું કે, વ્યવસ્થાના ભાગરૂપે હોસ્પિટલોમાં પણ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. મુખ્યમંત્રી પણ તેમની સમીક્ષા કરી રહ્યા છે. હાઇ-એન્ડ સેવાઓ માટે, અયોધ્યાથી લખનઉ સુધીનો બેકઅપ પ્લાન રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રથમ તબક્કામાં પૂર્ણ થયેલા એરપોર્ટ અને રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન પણ પીએમના હસ્તે થનાર છે. દયાલે વધુમાં જણાવ્યું હતું કે, 22 જાન્યુઆરી પછી લગભગ 50,000 થી 55,000 લોકો દરરોજ અયોધ્યા આવશે અને વહીવટીતંત્ર તેની તૈયારીમાં વ્યસ્ત છે.

પીએમ મોદીનો રોડ શો અને જનસભા: અયોધ્યા પ્રવાસ દરમિયાન પીએમ મોદી એરપોર્ટથી રેલવે સ્ટેશન સુધી એક ભવ્ય રોડ શો યોજશે જેની સુરક્ષા વ્યવસ્થા તેમજ તેમના સ્વાગત માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, અયોધ્યા રેલવે સ્ટેશનથી પીએમમ મોદી ટ્રેનને લીલી ઝંડી પણ બતાવશે. ત્યાર બાદ પીએમ મોદી એરપોર્ટની બાજુના મેદાન પર એક જનસભાને સંબોધશે.

ઘણા મહાનુભાવોની ઉપસ્થિતિ: એવું પણ અનુમાન છે કે ઘણા મહેમાનો ચાર્ટર્ડ એરક્રાફ્ટ દ્વારા આવશે, તેથી પ્રયાગરાજ, ગોરખપુર અને વારાણસી જેવા જિલ્લાઓમાં, ત્યાં તમામ એરક્રાફ્ટ પાર્ક કરવાની વ્યવસ્થા કરવામાં આવી શકે છે. એકવાર ચોક્કસ સંખ્યા જાણશે ત્યાર બાદ ઉડ્ડયન વિભાગ સાથે સંકલન કરીને આ અંગેની જાણ કરવામાં આવશે. દયાલે કહ્યું. કે, આ દરમિયાન, ભાજપે 1 જાન્યુઆરીથી રામ મંદિર સમારોહ માટે એક અભિયાન શરૂ કરવાનું નક્કી કર્યું છે, અયોધ્યામાં રામ મંદિર માટેના કાર્યક્રમ અંતર્ગત ભાજપના કાર્યકરો દેશભરના તમામ ગામોમાં ઘરે-ઘરે જઈને દીવા વહેંચશે અને દસ કરોડ પરિવારો તમને લાઈટનિંગમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરાશે.

  1. 30મી ડિસેમ્બરે વડા પ્રધાન અયોધ્યામાં એરપોર્ટ અને રેલવે સ્ટેશનની નવી ઈમારતનું લોકાર્પણ કરશે
  2. Ram Mnadir: રામ મંદિરના ઉદ્ઘાટન પર હું ખુશ છું પરંતુ મને આમંત્રણ આપવામાં નથી આવ્યું : ડૉ. ફારૂક અબ્દુલ્લા

ABOUT THE AUTHOR

...view details