- બીજા ખેલો ઈન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સના ઉદ્ઘાટન સત્રમાં PM મોદીનું સંબોધન
- રમતોનું આયોજન 26 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન કરવામાં આવશે
- આ રમતમાં 27 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને બોર્ડની ટીમો ભાગ લેશે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બીજા ખેલો ઈન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સના ઉદ્ઘાટન સત્રને સંબોધન કરશે. વડાપ્રધાન કચેરીએ આ માહિતી આપી હતી. વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ રમતોનું આયોજન 26 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં કરવામાં આવી રહ્યું છે. આ રમતોનું આયોજન જમ્મુ-કાશ્મીર સ્પોર્ટ્સ કાઉન્સિલ અને જમ્મુ-કાશ્મીર વિન્ટર સ્પોર્ટ્સ એસોસિએશનના સહયોગથી કેન્દ્રીય યુવા બાબતો અને ખેલ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે.