- PM ભારત-આસિયાનના વર્ચ્યુઅલ સમ્મેલનની સહ- અધ્યક્ષતા કરશે
- વિયતનામના વડા પ્રધાન ગ્યૂયેન તન જૂંગ પણ જોડાશે
- ખોરવાયેલી અર્થવ્યવસ્થાને ફરીથી પાટે લાવવાના ઉપાયો પર ચર્ચા
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે ભારત-આસિયનના વર્ચ્યુઅલ સમ્મેલનની સહ-અધ્યક્ષતા કરશે. વિયતનામના વડા પ્રધાન ગ્યૂયેન તન જૂંગ પણ તેમની સાથે સમ્મેલનની અધ્યક્ષતા કરશે. આ સમ્મેલનમાં ભારતની સાથે આસિયાન સમૂહના દસ દેશો ભાગ લેશે. આ દરમિયાન કોરોના મહામારીને લીધે ખોરવાયેલી અર્થવ્યવસ્થાને ફરીથી પાટે લાવવાના ઉપાયો અને બધા દેશોની વચ્ચે સહયોગ વધારવા પર ચર્ચા થશે.
આસિયાનમાં કોનો સમાવેશ?
વિદેશ મંત્રાલય અનુસાર સમ્મેલનમાં આસિયાન અને ભારત વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની હાલની સ્થિતિ અને સંપર્ક, સમુદ્રી સહયોગ, કારોબાર અને વાણિજ્ય, શિક્ષા તેમજ ક્ષમતા નિર્માણ જેવા પ્રમુખ મુદ્દા પર ચર્ચા થશે. દક્ષિણી પૂર્વી એશિયાઇ દેશોના સંગઠનમાં (આસિયાન) ક્ષેત્રીય દેશો ઉપરાંત ભારત, અમેરિકા, ચીન, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો પણ સમાવેશ છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, લદ્દાખમાં ચીન સાથેના ગતિરોધ અને દક્ષિણ ચીન સાગરમાં ચીનના આક્રમક વલણ વચ્ચે થઇ રહેલા આ સમ્મેલનમાં તે તમામ દેશો સામેલ થશે જેનો ચીન સાથે ભૌગોલિક વિવાદ યથાવત છે.
આસિયાનમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલીપીંસ, સિંગાપુર, થાઇલેન્ડ, બ્રુનેઇ, વિયતનામ, લાઓસ, મ્યાંમાર અને કંબોડિયાનો સમાવેશ થાય છે. વડા પ્રધાન મોદીએ ગત્ત વર્ષ નવેમ્બરમાં બેંગકોકમાં થયેલા 16માં આસિયાન ભારત સમ્મેલનમાં ભાગ લીધો હતો.