ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી થોડા સમયમાં કોરાના પર મહત્વપૂર્ણ બેઠક કરશે - કોરાનાને લગતી પરિસ્થિતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે સોમવારે સવારે 11:30 વાગ્યે કોરાનાની પરિસ્થિતિને લઈને અગત્યની બેઠક કરશે.

વડાપ્રધાન મોદી થોડા સમયમાં કોરાના પર મહત્વપૂર્ણ બેઠક કરશે
વડાપ્રધાન મોદી થોડા સમયમાં કોરાના પર મહત્વપૂર્ણ બેઠક કરશે

By

Published : Apr 19, 2021, 11:30 AM IST

Updated : Apr 19, 2021, 11:38 AM IST

  • વડાપ્રધાનની કોરાનાની પરિસ્થિતિ પર અગત્યની બેઠક
  • કોરોના મહામારીને પહોંચી વળવા મોટો નિર્ણય લઈ શકાય છે
  • ભારતમાં કોરોનાના એક દિવસમાં 2,73,810 નવા કેસ નોંધાયા

નવી દિલ્હી:દેશમાં વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે એક મોટી બેઠક યોજાશે. આ બેઠક સવારે 11:30 વાગ્યે શરૂ થશે. આ મહત્વપૂર્ણ મીટિંગમાં, કોરોના મહામારીને પહોંચી વળવા કોઈ પણ મોટો નિર્ણય લઈ શકાય છે.

આ પણ વાંચો:કોરોના સંક્રમણને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી

દેશમાં એક દિવસમાં રેકોર્ડબ્રેક 2,73,810 નવા કેસ

ભારતમાં કોરાનાના 2,73,810 નવા કેસ નોંધાયા છે. જેના કારણે સંક્રમણના કુલ કેસ 1.50 કરોડને વટાવી ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે સવારે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા પણ 19 લાખથી વધુ થઈ છે. છેલ્લા 24 કલાકમાં 1,619 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક વધીને 1,78,769 પર પહોંચી ગયો છે.

આ પણ વાંચો:કોરોનાને કારણે થયેલા મોતના સરકારી આંકડા અને સ્મશાનમાં અંતિમવિધિ થયેલા મૃતદેહોની સંખ્યા વચ્ચે તફાવત કેમ?

Last Updated : Apr 19, 2021, 11:38 AM IST

ABOUT THE AUTHOR

...view details