ગુજરાત

gujarat

ETV Bharat / bharat

India Corona Cases : વડાપ્રધાન મોદી દેશમાં કોરોનાની સ્થિતિ અંગે આજે સમિક્ષા બેઠક કરશે - મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ

દેશમાં વધતા કોવિડ કેસોને (India Corona Cases) ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે રવિવારે મહામારીની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠક (pm modi review Meeting On Covid) બોલાવવામાં આવી છે.

વડાપ્રધાન મોદી આજે દેશમાં કોરોનાની સ્થિતિ અંગે સમિક્ષા બેઠક કરશે
વડાપ્રધાન મોદી આજે દેશમાં કોરોનાની સ્થિતિ અંગે સમિક્ષા બેઠક કરશે

By

Published : Jan 9, 2022, 10:29 AM IST

Updated : Jan 9, 2022, 11:18 AM IST

નવી દિલ્હી: દેશભરમાં કોરોનાના કેસોમાં મોટી (India Corona Cases) સંખ્યામાં વધારા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે સાંજે 4.30 વાગ્યે દેશમાં સ્થિતિની સમીક્ષા કરવા માટે ટોચના અધિકારીઓ સાથે બેઠકની (pm modi review Meeting On Covid) અધ્યક્ષતા કરશે.

આ પણ વાંચો:રાજ્યમાં 5677 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં

ભારતમાં ઓમિક્રોનની સંખ્યા 3,623 પાર

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,59,632 નવા કોવિડ કેસ નોંધાયા છે. 40,863 રિકવરી અને 327 મૃત્યુ નોંધાયા બાદ વડાપ્રધાનની બેઠકના સામાચાર સામે આવી રહ્યા છે. દેશમાં સક્રિય કેસોની સંખ્યા 5,90,611 પર પહોંચી ગઈ છે અને અત્યાર સુધીમાં 3,44,53,603 લોકો સ્વસ્થ થયા છે.

આ પણ વાંચો:સંસદમાં 400થી વધુ કર્મચારી કોરોનાથી થયા સંક્રમિત

મહારાષ્ટ્રમાં સૌથી વધું કેસ

ભારતમાં ઓમિક્રોનની સંખ્યા 3,623 પર છે અને માત્ર મહારાષ્ટ્રમાં 1,000 થી વધુ કેસ છે. જોકે દેશમાં ઓમિક્રોન કેસમાં દિલ્હીનો બીજો ક્રમ આવે છે. સંક્રમિતોની સંખ્યા ગઈકાલના (શનિવાર) 876 થી ઘટીને 513 થઈ ગઈ છે. કર્ણાટક ત્રીજા સ્થાને અને રાજસ્થાન સોથા સ્થાને અનુક્રમે 441 અને 373 કેસ નોંધાયા છે.

Last Updated : Jan 9, 2022, 11:18 AM IST

ABOUT THE AUTHOR

...view details