- આજે યોજાઇ નીતિ આયોગની છઠ્ઠી બેઠક
- વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાઇ હતી આ બેઠક
- પહેલી બેઠક વર્ષ 2015માં યોજાઇ હતી
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ આજે 20 ફેબ્રુઆરી શનિવારે નીતિ આયોગની બેઠકમાં અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કૃષિ અને માનવ સંસાધન વિકાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ગુરુવારે આધિકારીક નિવેદન અનુસાર આ જાણકારી આપવામાં આવી હતી.
લદ્દાખને પહેલીવાર બેઠકમાં પ્રવેશ મળશે
નીતિ આયોગની આ બેઠકમાં બધા રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યપ્રધાન, ઉપ રાજ્યપાલ, કેન્દ્રીય પ્રધાન અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ પણ સામેલ થયા હતા. એક નિવેદન મુજબ સંચાલન પરિષદની છઠ્ઠી બેઠકમાં પહેલીવાર લદ્દાખને પ્રવેશ મળ્યો હતો. આ સિવાય જમ્મુ કાશ્મિરની પણ કેન્દ્ર શાસિત પ્રદેશ રૂપે ભાગીદારી હતી.