ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી આજે UNમાં ઉચ્ચ સ્તરીય કાર્યક્રમને સંબોધશે - સંયુક્ત રાષ્ટ્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે સાંજે 7:30 વાગ્યે સંયુક્ત રાષ્ટ્રમાં રણ, જમીન અધોગતિ અને દુષ્કાળ અંગેના ઉચ્ચ સ્તરીય કાર્યક્રમને સંબોધન કરશે. આ કાર્યક્રમ ડિજિટલ માધ્યમથી યોજાશે.

વડાપ્રધાન મોદી આજે UNમાં ઉચ્ચ સ્તરીય કાર્યક્રમને સંબોધશે
વડાપ્રધાન મોદી આજે UNમાં ઉચ્ચ સ્તરીય કાર્યક્રમને સંબોધશે

By

Published : Jun 14, 2021, 10:01 AM IST

  • યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના પ્રમુખ દ્વારા કાર્યક્રમનું આયોજન
  • મહાસભાના 75માં અધિવેશનના અધ્યક્ષ વોલ્કન બોઝકીર દ્વારા કાર્યક્રમનું આયોજન
  • વડાપ્રધાન મોદીએ સપ્ટેમ્બર 2019માં નવી દિલ્હીમાં UNCCD COPનું ઉચ્ચ સ્તરીય 14મું સત્ર શરૂ કર્યું હતું

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્રમાં રણ, ભૂમિ અવક્રમણ અને દુષ્કાળ અંગેના ઉચ્ચ-સ્તરના વર્ચ્યુઅલ કાર્યક્રમને સંબોધન કરશે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના પ્રમુખ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન મોદી વોલ્કન બોઝકીર દ્વારા આયોજિત કાર્યક્રમને 7:30 વાગ્યે સંબોધન કરશે

મોદી કોન્ફ્રેંસ ઓફ દ પાર્ટીઝ ટૂ દ યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ટૂ કૉમ્બેટ ડેજ્રટિફિકેશનના મહાસભાના 75માં અધિવેશનના અધ્યક્ષ વોલ્કન બોઝકીર દ્વારા આયોજિત આ ઉચ્ચ-સ્તરીય કાર્યક્રમને 7:30 વાગ્યે સંબોધન કરશે. UN જનરલ એસેમ્બલી પ્રમુખની કચેરીએ જારી કરેલી મીડિયા સલાહકારમાં જણાવ્યું છે કે, ભૂમિ એ આપણા સમાજનો પાયો છે અને વૈશ્વિક અન્ન સુરક્ષા અને પર્યાવરણીય સ્વાસ્થ્યનો પાયો છે અને ભૂખ, ગરીબી નિવારણને સમાપ્ત કરે છે. જે સતત આ ટકાઉ વિકાસ માટેના 2030ના એજન્ડાની સફળતાને દર્શાવે છે.

પરિષદે દિલ્હી ઘોષણાપત્રને અપનાવ્યું

વડાપ્રધાન મોદીએ સપ્ટેમ્બર 2019માં નવી દિલ્હીમાં UNCCD COPનું ઉચ્ચ સ્તરીય 14મું સત્ર શરૂ કર્યું હતું. આ પરિષદે દિલ્હી ઘોષણાપત્રને અપનાવ્યું. જેમાં વિવિધ હિતધારકોને રણ, જમીનના અધોગતિ અને દુષ્કાળ સામે લડવાના લક્ષ્યોના પ્રોજેક્ટના સંદર્ભમાં ગ્રામીણ અને શહેરી સમુદાયો માટે ઉર્જાની પહોંચ વધારવા વિનંતી કરવામાં આવી.

આ પણ વાંચો:ડોકટર્સ સાથે વાત કરતા ભાવુક થયા વડાપ્રધાન મોદી, જૂઓ વીડિયો

માટીનું સંચાલન નહીં કરીએ તો 2050 સુધીમાં 90 ટકાથી વધુ જમીન ક્ષીણ થઈ શકે

સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું હતુ કે, હવામાન પરિબળો અથવા માનવ હસ્તક્ષેપને કારણે જમીન અને જમીનની ઉત્પાદક ક્ષમતામાં થયેલા ઘટાડાને જમીન અધોગતિ કહેવામાં આવે છે. રણ સૂકવણી અને જમીનની ઉજ્જડતા છે. જે શુષ્ક અને અર્ધ-ભેજવાળા વિસ્તારોમાં વિવિધ આબોહવા અને માનવ પ્રવૃત્તિઓ સહિતના વિવિધ પરિબળોને કારણે થાય છે. વૈશ્વિક સ્તરે, પૃથ્વીના બે અબજ હેકટરથી વધુ જમીનનો અવક્ષય કરવામાં આવ્યો છે. જેમાં અડધાથી વધુ કૃષિ જમીનનો સમાવેશ થાય છે. જો આપણે માટીનું સંચાલન નહીં કરીએ તો 2050 સુધીમાં 90 ટકાથી વધુ જમીન ક્ષીણ થઈ શકે છે.

આ પણ વાંચો:પાટણ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન

ABOUT THE AUTHOR

...view details