શિમલા:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે મંડીના પેડલ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને (PM Modi will address people of state at Paddal Maidan) સંબોધિત કરશે. આ પહેલા વડાપ્રધાન રાજ્ય માટે રૂપિયા 11,281 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટો સમર્પિત કરશે. જાહેર સંબોધન પછી વડાપ્રધાન પૅડલ ગ્રાઉન્ડમાં સ્થાપિત પંડાલમાં રોકાણકારો સાથે થોડો સમય વિતાવશે અને તેમને સંબોધન પણ કરી શકે છે. મંડીમાં લગભગ બે કલાક રહ્યા બાદ નરેન્દ્ર મોદી દિલ્હી પરત ફરશે.
હિમાચલ સરકારના ચાર વર્ષ પૂર્ણ થવા પર PM મોદી રાજ્યના લોકોને સંબોધન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 27 ડિસેમ્બરે આઝાદીના અમૃત મહોત્સવ (Amrut Mahotsav of Independence on 27th December), હિમાચલ પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના સુવર્ણ જયંતિ વર્ષ (Golden Jubilee year) અને રાજ્યના કાર્યકાળના ચાર વર્ષ પૂરા (HIMACHAL GOVERNMENT FOUR YEARS) થવાના અવસરે જિલ્લા મંડીના પદ્દલ મેદાન ખાતે રાજ્યના લોકોને સંબોધિત કરશે. આ પ્રસંગે (PM Narendra Modi Himachal Visit) વડાપ્રધાન રાજ્ય માટે રૂપિયા 11,281 કરોડના ખર્ચના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટો સમર્પિત કરશે. વડાપ્રધાન શિમલા જિલ્લામાં 2081.60 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલી પબ્બર નદી પર 111 મેગાવોટ ક્ષમતાની સાવદા-કુડ્ડુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ રાજ્યના લોકોને સમર્પિત કરશે. આ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ દર વર્ષે 386 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે જેનાથી રાજ્યને વાર્ષિક રૂપિયા 120 કરોડની આવક થશે.
વડાપ્રધાન રેણુકાજી ડેમ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે