ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપ સ્થાપના દિવસ: વડાપ્રધાન મોદી કાર્યકર્તાઓને સંબોધિત કરશે - વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સ

6 એપ્રિલ એ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે, વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે 'સેવા એ જ સંગઠનનો મૂળમંત્ર છે' એના પર સંબોધન કરશે.

ભાજપ સ્થાપના દિવસ: વડાપ્રધાન મોદી કાર્યકર્તાઓને સંબોધિત કરશે
ભાજપ સ્થાપના દિવસ: વડાપ્રધાન મોદી કાર્યકર્તાઓને સંબોધિત કરશે

By

Published : Apr 6, 2021, 10:38 AM IST

Updated : Apr 6, 2021, 1:14 PM IST

  • 'સેવા એ સંગઠનનો મુખ્ય ભાગ છે.' વડાપ્રધાન તેના પર કરશે સંબોધન
  • બૂથ લેવલ સુધી સ્થાપના દિનની ઉજવણી કરવાની ભાજપની તૈયારી
  • રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ આ દરમિયાન કાર્યકરોને સંબોધન કરશે

નવી દિલ્હી:ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે કાર્યકરોને સંબોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દરમિયાન, ભાજપના સ્થાપનાના હેતુને પ્રકાશિત કરશે અને પાર્ટી કાર્યકર્તાઓને કહેશે કે સેવા એ જ સંગઠનનો મૂળમંત્ર છે. આ તકે કહેવામાં આવી રહ્યું છે કે, સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કરશે.

આ પણ વાંચો:88માં સ્થાપના દિવસ પર વાયુ સેનાના જાંબાઝ દેખાડી રહ્યા છે તાકાત

રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સંબોધન કરશે

રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ આ સમયગાળા દરમિયાન કાર્યકરોને સંબોધન કરશે. બૂથ લેવલ સુધી સ્થાપના દિનની ઉજવણી કરવાની તૈયારી ભાજપે કરી છે. જેથી બૂથ લેવલના કાર્યકરો વડાપ્રધાન મોદીનું સંબોધન સાંભળી શકે.

આ પણ વાંચો:ભાજપ સ્થાપના દિવસ પર બોલ્યા વડાપ્રધાન મોદી, કહ્યું- ભારતનું એક માત્ર લક્ષ્ય, કોરોના સામે દેશની જીત

કાર્યકરો મોદી સરકારની કામગીરી ગણાવશે

સ્થાપના દિવસ અંતર્ગત પાર્ટીના કાર્યકરો ઘરે ઘરે જઈને પાર્ટીની નીતિઓ અને કેન્દ્રમાં મોદી સરકારની કામગીરીની ગણતરી કરશે. ઉત્તરપ્રદેશમાં પંચાયતની ચૂંટણીઓના કારણે આ સમયે હલચલ ચાલી રહી છે. આવી સ્થિતિમાં પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં વિશેષ તૈયારીઓ કરી લીધી છે. પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, નાના કક્ષાના નેતાઓ વ્યાપક લોકસંપર્ક અભિયાન ચલાવશે.

Last Updated : Apr 6, 2021, 1:14 PM IST

ABOUT THE AUTHOR

...view details