નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદા વિરૂદ્ધ ચાલી રહેલા ખેડૂતોના પ્રદર્શનને લઇ આજે (રવિવાર) વડા પ્રધાન મોદી આકાશવાણી પર પ્રસારિત થનારા કાર્યક્રમમાં 'મન કી બાત' કરશે.
2020 ની છેલ્લી 'મન કી બાત' માં પીએમ મોદી સંબોધન કરશે - મન કી બાત
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2020 ની છેલ્લી 'મન કી બાત' માં સંબોધન કરશે. આશા છે કે, વડા પ્રધાન મોદી આ કાર્યક્રમ દ્વારા ખેડૂતો અને નવા કૃષિ કાયદા પર વાત કરી શકે છે.

PM Modi to address nation through 'Mann Ki Baat' today
આ કાર્યક્રમનો 72 મો સંસ્કરણ હશે અને પીએમ સવારે 11 કલાકે દેશને સંબોધન કરશે. આ વર્ષની છેલ્લી મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદી ખેડૂતો અને કૃષિ કાયદા પર પોતાની વાત કરી શકે છે.
કૃષિ કાયદા પર ખેડૂતોના પ્રદર્શન અને કેન્દ્ર સરકારની સાથે વાતચીત વચ્ચે વડા પ્રધાન મોદી ડિસેમ્બર 2020 ના છેલ્લા રવિવારે 11 રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશને સંબોધન કરશે. આશા છે કે, વડા પ્રધાન મોદી આ કાર્યક્રમ દ્વારા ખેડૂતો અને નવા કૃષિ કાયદા પર વાત કરશે.