- આજે મન કી બાત કાર્યક્રમમાં મોદી દેશના નાગરીકોને સંબોધશે
- સવારે 11 કલાકે કરશે સંબોધન
- કોરોના વાઈરસ અનેવેક્સિનેશનના બીજા ચરણને લઈને કરી શકે છે ચર્ચા
નવી દિલ્લીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારના રોજ સવારના 11 કલાકે રેડિયો કાર્યક્રમ મન કી બાતના માધ્યમથી દેશને સંબોધન કરવાના છે. આ તેમનું 74મી વખત સંબોધન હશે. આ દરમિયાન તેઓ દેશમાં વધી રહેલા કોરોના વાઈરસનું સંક્રમણ અને વેક્સિનેશનના બીજા ચરણને લઈને ચર્ચા કરી શકે છે. આ પહેલા તેઓ 73માં મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને પ્રજાસત્તાક દિવસ પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થેયેલી હિંસાની વાત કરી હતી અને કહ્યું હતું કે, 26 જાન્યુઆરી પર રાષ્ટ્રધ્વજના થયેલા અપમાન બદલ દેશ દુઃખી છે. આ સમય દરમિયાન કોરોના વાઈરસ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચર્ચા પણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આ વર્ષની શરૂઆત સાથે જ કોરોના સામે આપણી લડતને પણ લગભગ એક વર્ષ પૂર્ણ થઈ ગયુ છે. જેમ ભારતની કોરોના સામેની લડત એક ઉદાહરણ બની ગઈ છે તેવી જ રીતે હવે આપણું રસીકરણ અભિયાન પણ વિશ્વમાં એક ઉદાહરણ બની રહ્યું છે.
ભારત વિશ્વની સેવા કરવામાં સમર્થ છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી