ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM Modi આજે ખેડૂતોને કરશે સંબોધિત - કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા પર રાષ્ટ્રીય સમિટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે ગુજરાતના આણંદમાં એગ્રિકલ્ચર એન્ડ ફૂડ પ્રોસેસિંગ (Address by the Prime Minister on Agriculture and Food Processing at Anand) પર રાષ્ટ્રીય શિખર સંમેલનના સમાપન સત્ર દરમિયાન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશભરના ખેડૂતો અને વૈજ્ઞાનિકોને સંબોધિત (The Prime Minister will address the farmers by video conference) કરશે. વડાપ્રધાન પીએમ કિસાન યોજનાનો 10મો હપ્તો પણ (PM Kisan Yojana installment) રિલીઝ કરી શકે છે.

PM Modi આજે ખેડૂતોના સંમેલનને સંબોધિત કરશે
PM Modi આજે ખેડૂતોના સંમેલનને સંબોધિત કરશે

By

Published : Dec 16, 2021, 8:30 AM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના આણંદમાં ખેડૂતોના સંમેલનને સંબોધિત કરશે
  • વડાપ્રધાન આણંદમાં એગ્રિકલ્ચર એન્ડ ફૂડ પ્રોસેસિંગ પર રાષ્ટ્રીય શિખર સંમેલનના સમાપન સત્રને સંબોધિત કરશે
  • વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશભરના ખેડૂતો અને વૈજ્ઞાનિકોને કરશે સંબોધિત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે (16 ડિસેમ્બરે) ગુજરાતના આણંદમાં એગ્રિકલ્ચર એન્ડ ફૂડ પ્રોસેસિંગ (Address by the Prime Minister on Agriculture and Food Processing at Anand) પર રાષ્ટ્રીય શિખર સંમેલનના સમાપન સત્ર દરમિયાન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશભરના ખેડૂતો અને વૈજ્ઞાનિકોને સંબોધિત (The Prime Minister will address the farmers by video conference) કરશે. વડાપ્રધાન પીએમ કિસાન યોજનાનો 10મો હપ્તો (PM Kisan Yojana installment) પણ રિલીઝ કરી શકે છે.

આ પણ વાંચો-PM Modi Varanasi Visit : પીએમ મોદીનો નવો મંત્ર, બનારસ પાસેથી વિકાસ મોડલ શીખો

પ્રાકૃતિક ખેતીના લાભ અંગે જાણકારી અપાશે

વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, આ શિખર સંમેલનમાં પ્રાકૃતિક ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં (Emphasis on natural agriculture at the summit) આવ્યું છે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ અપનાવવાના લાભાલાભ અંગે (The benefits of natural farming) તમામ આવશ્યક જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવશે. PMOએ કહ્યું હતું કે, સરકાર ખેડૂત કલ્યાણ માટે વડાપ્રધાનની દ્રષ્ટિથી પ્રેરિત છે અને તે ઉત્પાદકતામાં વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે, જેથી ખેડૂત પોતાની કૃષિ ક્ષમતાનો વધુને વધુ ઉપયોગ કરવામાં સમર્થ હોય.

આ પણ વાંચો-PM Modi meeting with MP: દક્ષિણ ભારતના ભાજપના સાંસદો સાથે બેઠક કરશે, શું ચર્ચા થશે?

ખેડૂતોની આવક વધારવાના અનેક ઉપાય શરૂ

PMOએ વધુમાં કહ્યું હતું કે, સરકારે કૃષિમાં ફેરફાર લાવવા અને ખેડૂતોની આવક વધારવા માટે અનેક ઉપાય શરૂ કર્યા છે. સિસ્ટમની સ્થિરતા, ખર્ચમાં ઘટાડો, બજારની પહોંચ અને ખેડૂતોને વધુ સારા ભાવ માટે પહેલને પ્રોત્સાહન આપવા અને સમર્થન આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાય તેનું છાણ અને મૂત્ર મહત્ત્વનું

એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, 'કોઈ ખર્ચ (શૂન્ય બજેટ) કુદરતી ખેતી' કૃષિ ઈનપુટ્સ મેળવવા પર ખેડૂતોની નિર્ભરતા ઘટાડવા અને પરંપરાગત ક્ષેત્ર આધારિત ટેકનિક પર આધાર રાખીને કૃષિ ખર્ચ ઘટાડવાના આશાસ્પદ માધ્યમ તરીકે ઓળખવામાં આવી છે, જેનાથી જમીનના સ્વાસ્થ્યમાં સુધારણાને પ્રોત્સાહન મળે છે. PMOએ કહ્યું કે, દેશી ગાય, તેનું છાણ અને મૂત્ર આમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આના કારણે ખેતરોમાં જ વિવિધ ઈનપુટ્સ બનાવવામાં આવે છે, જે ખેતરને જરૂરી તત્ત્વો પ્રદાન કરે છે.

કુદરતી ખેતી પર ધ્યાન આપી ગુજરાત સરકાર આ સમિટ યોજી રહી છે

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અન્ય પરંપરાગત પ્રથાઓ જેમ કે, બાયોમાસ સાથે માટીને મલ્ચ કરવી અથવા જમીનને આખા વર્ષ દરમિયાન લીલા આવરણથી ઢાંકી રાખવી, ખૂબ ઓછા પાણીની ઉપલબ્ધતાની સ્થિતિમાં પણ, પ્રથમ વર્ષમાં પ્રેક્ટિસ કરવામાં આવે છે, જે પહેલા વર્ષે અપનાવવાથી જ સતત ઉત્પાદકતા સુનિશ્ચિત કરે છે. PMO કહ્યું કે, આવી વ્યૂહરચના પર ભાર આપવા અને દેશના ખેડૂતોને સંદેશ આપવા, ગુજરાત સરકાર કુદરતી ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરીને કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા પર રાષ્ટ્રીય સમિટનું (National Summit on Agriculture and Food Processing) આયોજન કરી રહી છે.

14થી 16 ડિસેમ્બર ત્રણ દિવસ સમિટ યોજાઈ

14 થી 16 ડિસેમ્બર દરમિયાન આ ત્રણ દિવસીય સમિટનું આયોજન (National Summit on Agriculture and Food Processing) કરવામાં આવ્યું છે. આ સમિટમાં ICARની કેન્દ્રિય સંસ્થાઓ અને રાજ્યોમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને ATMA (કૃષિ ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી) નેટવર્ક દ્વારા લાઈવ કનેક્ટ થતા ખેડૂતો સિવાય 5,000થી વધુ ખેડૂતો હાજર રહેશે.

ABOUT THE AUTHOR

...view details