- વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બેન્ક ડિપોઝિટ ઈન્શ્યોરન્સ પ્રોગ્રામને સંબોધશે
- કેન્દ્ર સરકારે બેન્ક જમા વીમા કવરને એક લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કર્યું
- જમા વીમા અંતર્ગત તમામ પ્રકારના ખાતા જેવા કે, બચત, મુદત, ચાલુ અને રિકરિંગ આવે છે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે વિજ્ઞાન ભવનમાં (PM MODI TO ADDRESS BANK DEPOSIT INSURANCE PROGRAMME) 'બેન્ક ડિપોઝિટ ઈન્શ્યોરન્સ પ્રોગ્રામ' (Bank deposit insurance programme)ને સંબોધિત કરશે.
જમા વીમા કવરની રકમ વધારાઈ
વડાપ્રધાન કાર્યાલયે (PMO) શનિવારે આ અંગે જણાવ્યું હતું કે, જમા વીમા (deposit insurance) અંતર્ગત તમામ પ્રકારના ખાતા જેવા કે, બચત, મુદત, ચાલુ અને રિકરિંગ આવે છે. આ અંતર્ગત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત સહકારી બેંકોના જમા ખાતાઓને પણ આવરી લે છે. આ મોટા સુધારા અંતર્ગત સરકારે બેન્ક જમા વીમા કવરને 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધું છે.
આ પણ વાંચો-Stock Market India: છેલ્લા દિવસે ન જોવા મળ્યો ઉછાળો, સેન્સેક્સ 20 અને નિફ્ટી 5 પોઈન્ટ ગગડ્યો