ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 90મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીને સંબોધશે. ઇન્ટરપોલ જનરલ એસેમ્બલી છેલ્લે 1997માં યોજાઈ હતી.(PM Modi to address 90th Interpol General Assembly) વડાપ્રધાનમોદી નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં બપોરે 1.45 વાગ્યે સંબોધન કરશે.
90મી મહાસભા:વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, ઇન્ટરપોલની 90મી મહાસભા 18 થી 21 ઓક્ટોબર દરમિયાન યોજાશે. આ બેઠકમાં 195 ઈન્ટરપોલ સભ્ય દેશોના પ્રતિનિધિમંડળો ભાગ લેશે. જેમાં પ્રધાનો, દેશોના પોલીસ વડાઓ, રાષ્ટ્રીય કેન્દ્રીય બ્યુરોના વડાઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે. જનરલ એસેમ્બલી એ ઇન્ટરપોલની સર્વોચ્ચ ગવર્નર બોડી છે અને તેની કામગીરી સંબંધિત મુખ્ય નિર્ણયો લેવા માટે દર વર્ષે મળે છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન, ઈન્ટરપોલના પ્રમુખ અહેમદ નાસર અલ રાયસી અને સેક્રેટરી જનરલ જુર્ગેન સ્ટોક, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના ડાયરેક્ટર પણ હાજર રહેશે.