- વડાપ્રધાન 'મન કી બાત' દ્વારા જનતા સાથે કરશે વાતચીત
- અમેરિકાનો પ્રવાસ પૂર્ણ કરીને આજે વડાપ્રધાન સ્વદેશ પહોચશે
- વડાપ્રધાન 'મન કી બાત' દ્વારા સવારે 11 વાગ્યે દેશવાસીઓ સાથે વાતચીત
નવી દિલ્હી: Mann Ki Baat 26 September: આજે (26 સપ્ટેમ્બર, રવિવાર) વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા જનતા સાથે વાતચીત કરશે. તેમનો આ કાર્યક્રમ એવા સમયે થઈ રહ્યો છે. જ્યારે તેઓ અમેરિકાનો પ્રવાસ પૂર્ણ કરીને આજે સ્વદેશ પહોંચી રહ્યા છે. આ દરમિયાન, પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધ્યું તેમજ અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા અને વિવિધ વિષયો પર ચર્ચા કરશે.
આ પણ વાંચો: કચ્છમાં ડ્રેગનફ્રૂટની ખેતી કરવા 144 ખેડૂતોને સરકારી સહાય અપાશે
'મન કી બાત' દ્વારા સવારે 11 વાગ્યે દેશવાસીઓ સાથે વાતચીત કરશે
પીએમ મોદી તેમના માસિક કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા સવારે 11 વાગ્યે દેશવાસીઓ સાથે વાતચીત કરશે. તે ઘણા પ્લેટફોર્મ પર જોઈ અને સાંભળી શકાય છે. પીએમ મોદીનો આ કાર્યક્રમ ઓલ ઇન્ડિયા રેડિયો, દૂરદર્શન અને નરેન્દ્ર મોદી એપ તેમજ ટીવી ચેનલ 'ટાઇમ્સ નાઉ નવભારત', ડિજિટલ પ્લેટફોર્મ timesnowhindi.com અને https://pmonradio.nic.in/ પર સાંભળી શકાય છે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ કરી 74મી વાર મન કી બાત : જળ એજ જીવન, આસ્થા અને વિકાસની ધારા છે
યુએસ મુલાકાતની કેટલીક યાદો વડાપ્રધાન કરી શકે છે શેર
પીએમ મોદીના આ સંવાદમાં આંતરરાષ્ટ્રીય મહત્વના ઘણા મુદ્દાઓનો ઉલ્લેખ થવાની અપેક્ષા છે. એવું માનવામાં આવે છે કે, પીએમ મોદી આ સમય દરમિયાન તેમની યુએસ મુલાકાતની કેટલીક યાદો પણ જનતા સાથે શેર કરી શકે છે, જ્યાં તેમણે યુએસ પ્રમુખ જોબાડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે દ્વિપક્ષીય બેઠકો બાદ ક્વાડ સમિટમાં પણ ભાગ લીધો હતો અને સંયુક્ત રાષ્ટ્રીય સામાન્ય સભાને પણ સંબોધિત કરી હતી.