ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને કરી દિલની વાત, કહ્યું- દિલ્હીમાં રાષ્ટ્રધ્વજના અપમાનથી દેશ દુઃખી - મન કી બાત 2021

કિસાન આંદોલન વચ્ચે નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમનો 73મોં એપિસોડ રજૂ કર્યો હતો. જેમાં મોદીએ 26 જાન્યુઆરીના રોજ લાલ કિલ્લા પર થયેલી ઘટનાને લઇ કહ્યું કે, રાષ્ટ્રધ્વજના અપમાનને લઇને સમગ્ર દેશ દુખી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીને આધુનિક બનાવવા સરકાર કટિબદ્ધ છે અને ઘણા સારા કદમ ઉઠાવી રહી છે.

Mann Ki Baat
Mann Ki Baat

By

Published : Jan 31, 2021, 1:23 PM IST

  • વડાપ્રધાન મોદીએ મન કી બાતનો 73 એપિસોડ રજૂ કર્યો
  • લાલ કિલ્લા પર 26 જાન્યુઆરીએ થયેલી ઘટનાનો કર્યો ઉલ્લેખ
  • કિસાન આંદોલન વચ્ચે મોદીએ વ્યક્ત કરી દિલની વાત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમનો 73મોં એપિસોડ રજૂ કર્યો હતો. જેમાં મોદીએ 26 જાન્યુઆરીના રોજ લાલ કિલ્લા પર થયેલી ઘટનાને લઇ કહ્યું કે, રાષ્ટ્રધ્વજના અપમાનને લઇને સમગ્ર દેશ દુઃખી છે.

રાષ્ટ્રધ્વજનું અપમાન જોઇને દુઃખ થયું

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, થોડા દિવસો પહેલા દેશમાં અલગ અલગ રાજ્યોમાં તહેવારોની ઉજવણી થઇ હતી. ત્યારે આ માહોલ વચ્ચે 26 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રધ્વજનું અપમાન જોઇને ઘણું દુઃખ થયું. આપણે આગામી સમયને નવી આશા સાથે જોવાનો છે. છેલ્લા કેટલાંક વર્ષોથી અસાધારણ સંયમ અને સાહસનો પરિચય આપ્યો છે. આ વર્ષે પણ આપણે મહેનત કરીને સંકલ્પો સિદ્ધ કરવાના છે.

રસીકરણ અભિયાન દૂનિયાની મિસાલ

મન કી બાત કાર્યક્રમમાં મોદીએ કહ્યું કે, આ વર્ષે શરુઆતમાં જ કોરોના વિરુદ્ધની લડતને 1 વર્ષ પૂર્ણ થઇ ચૂક્યું છે. જેવી રીતે કોરોનાની લડાઇ ભારત માટે ઉદાહરણરૂપ સાબિત થઇ, તે જ રીતે રસીકરણ અભિયાન પણ દુનિયામાં મિસાલ બની રહી છે.

દરેક ક્ષેત્રમાં મહિલાઓનો આગવો ફાળો

વડાપ્રધાને હાલમાં જ બેંગલોર અને અમેરિકાના સૈન ફ્રાંસિસ્કો વચ્ચે નોન સ્ટોપ હવાઇ સેવાની મહિલા પાયલોટ ટીમનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, અમેરિકાના સૈન ફ્રાંસિસ્કોથી બેંગલોર માટે એક નોન સ્ટોપ હવાઇ સેનાની કમાન ભારતની 4 મહિલા પાયલોટે સંભાળી છે. 10 હજાર કિલોમીટરથી પણ વધારે અંતર કાપનારી આ ફ્લાઇટ 200થી વધું યાત્રિકોને ભારત લઇને આવી હતી. કોઇપણ ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન બની રહે છે.

ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા

વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતે મેળવેલી ઐતિહાસિક જીત પર અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, આ મહિનામાં ક્રિકેટ જગતમાંથી સારા સમાચાર સામે આવ્યા છે. આપણી ક્રિકેટ ટીમે થોડી મુશ્કેલીઓનો સામનો કરીને સિરિઝ જીતી છે.

યુવાઓને કર્યું આહ્વાન

વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, ભારતના દરેક વિસ્તારમાં, દરેક શહેરમાં અને દરેક ગામડામાં આઝાદીની લડત પૂરી તાકાકત સાથે લડવામાં આવી હતી. ભારત ભૂમિના દરેક ખૂણામાં મહાન સપૂતોએ જન્મ લીધો છે. જેમણે રાષ્ટ્ર માટે પોતાનું જીવન ન્યોછાવર કર્યું છે. હું સમગ્ર દેશવાસીઓને અને ખાસ કરીને યુવાઓને આહ્વાન કરું છું કે, તેઓ દેશના લડવૈયાઓ વિશે લખાણ કંડારે.

ABOUT THE AUTHOR

...view details