નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે આ સમારોહને પણ માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન મોદીએ આજે એક ઓડિયો સંદેશ જાહેર કર્યો છે. પીએમ મોદીએ પોતાના આ સંદેશની શરૂઆત રામ-રામ શબ્દોથી કરી છે. તેમણે આગળ કહ્યું કે, જીવનની કેટલીક પળ ઈશ્વરીય આશીર્વાદના કારણએ યથાર્થમાં પરિણમે છે, આજે સૌ ભારતીયો અને દેશભરના રામભક્તો માટે એક સુવર્ણ અવસર છે.
PM મોદીનો ઓડિયો સંદેશ: સોશિયલ મીડિયા 'X' પર પોસ્ટ કરીને PM એ લખ્યું કે ''અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણપ્રતિષ્ઠાને હવે 11 દિવસ બાકી છે. તેમણે લખ્યું કે, હું ભાગ્યશાળી છું કે હું આ શુભ અવસરનો સાક્ષી બની રહ્યો છું. ભગવાને મને પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન ભારતના તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે નિમિત્ત બનાવ્યા છે. તેને ધ્યાનમાં રાખીને હું આજથી 11 દિવસનો વિશેષ અનુષ્ઠાન શરૂ કરી રહ્યો છું. હું તમામ લોકો પાસેથી આશીર્વાદ માંગું છું. આ ક્ષણે, મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ મુશ્કેલ છે, પરંતુ મેં મારા તરફથી પ્રયાસ કર્યો છે.
11 દિવસનું વિશેષ અનુષ્ઠાન: ઓડિયો સદેશની શરૂઆતમાં પીએમ મોદીએ રામ-રામ શબ્દોથી કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે જીવનની કેટલીક ક્ષણો ઈશ્વરીય આશીર્વાદને કારણે વાસ્તવિકતામાં બદલાઈ જાય છે. આપણા બધા ભારતીયો અને દેશભરમાં ફેલાયેલા રામ ભક્તો માટે આજનો દિવસ સુવર્ણ અવસર છે. ચારે બાજુ શ્રી રામની ભક્તિનું અદ્ભુત વાતાવરણ છે. ચારેય દિશામાં રામનામનો ગુંજ સંભળાઈ રહ્યો છે. રામ ભજનોની અદભૂત સૌંદર્ય માધુરી છે. દરેક લોકો 22મી જાન્યુઆરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રામલલાના પ્રાણપ્રતિષ્ઠાને હવે માત્ર 11 દિવસ બાકી છે.
પીએમ મોદીએ કહ્યું- હું ભાવુક છું: પીએમ મોદીએ પોતાના ઓડિયો સંદેશમાં આગળ કહ્યું કે, આ મારા માટે અકલ્પનીય અનુભવોનો સમય છે. હું લાગણીશીલ છું, લાગણીઓથી ઓતપ્રોત છું. હું મારા જીવનમાં પહેલીવાર આવી લાગણીઓમાંથી પસાર થઈ રહ્યો છું. હું એક અલગ પ્રકારની ભક્તિ અનુભવું છું. પીએમે વધુમાં કહ્યું કે ભગવાને મને ભારતના લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે એક માધ્યમ બનાવ્યો છે.
- Atal Setu: દેશનો સૌથી મોટો સમુદ્રી બ્રીજ બનીને તૈયાર, આજે PM મોદી કરશે ઉદ્ઘાટન, જાણી લો બ્રીજની ખાસીયત
- Vibrant Summit 2024: અમિત શાહની ઉપસ્થિતિમાં આજે વાઈબ્રન્ટ સમિટનું સમાપન