- કેન્દ્રીય પ્રધાન કિરણ રિજીજૂએ કર્યો ડાન્સ
- અરુણાચલના લોકો સાથે કર્યો પારંપરિક ડાન્સ
- ડાન્સ જોઇને પીએમ મોદી પણ થઈ ગયા ખુશ
હૈદરાબાદ: સોશિયલ મીડિયા પર હાલમાં કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજૂ (Union Minister)નો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં કેન્દ્રીય પ્રધાન ગ્રામીણ લોકો સાથે ડાન્સ (Dance) કરતા જોવા મળી રહ્યા છે. આ ડાન્સ વિડીયો પીએમ મોદી (PM Modi)ને એટલો પસંદ આવ્યો કે તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે, 'ડિસન્ટ ડાન્સર.'
કિરણ રિજિજૂ એક સારા ડાન્સર
પીએમ મોદીએ વિડીયો શેર કરતા લખ્યું છે કે, 'આપણા કાયદા પ્રધાન (Minister of Law and Justice ) કિરણ રજિજૂ પણ એક સારા ડાન્સર છે. અરુણાચલ પ્રદેશની જીવંત અને ગૌરવશાળી સંસ્કૃતિને જોઇને સારું લાગ્યું. એટલું જ નહીં, આ ડાન્સની વચ્ચે ઘણું જ સારું સંગીત પણ લોકો વગાડી રહ્યા છે.'
મહેમાનો માટે થાય છે પારંપરિક ડાન્સ
કેન્દ્રીય પ્રધાનનો આ વિડીયો ઘણો જ પસંદ આવી રહ્યો છે. વિડીયોને હજારોની સંખ્યામાં રી-ટ્વીટ કરવામાં આવી ચૂક્યો છે. સાથે જ 50 હજારથી વધારે લાઇક્સ મળી ચૂક્યા છે. કિરણ રિજીજૂના ડાન્સની ઘણી જ પ્રશંસા થઈ રહી છે. આ પહેલા કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજિજૂએ આ વિડીયોને શેર કરતા લખ્યું કે, 'આ વિડીયો મારી યાત્રા દરમિયાનનો છે જ્યારે અમે કાજલંગ ગામ ગયા હતા. ત્યાંની પરંપરા છે કે જ્યારે પણ કોઈ મહેમાન આ લોકોના ગામ આવે છે તો સજોલંગ લોકોનું પારંપરિક મનોરંજન થાય છે.'
અરુણાચલ પ્રદેશના લોકો સાથે કેન્દ્રીય પ્રધાનનો ડાન્સ
પીએમ મોદીએ જે વિડીયો શેર કર્યો છે તેમાં કિરણ રિજીજૂ અરુણાચલ પ્રદેશના ગ્રામીણો સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. અરુણાચલ પ્રદેશના આ પારંપરિક ડાન્સ વિડીયોને જોઇને પીએમ મોદીએ ખુદ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.
આ પણ વાંચો:Swachh Bharat Mission-Urban 2.0 : વડાપ્રધાન મોદી આજે લોન્ચ કરશે
આ પણ વાંચો: રાજસ્થાનમાં 1300 કરોડ રૂપિયાના ખર્ચે બનશે 4 નવી મેડિકલ કૉલેજો, PM મોદીએ કર્યો શિલાન્યાસ