ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM Modi UP Visit : વડાપ્રધાન મોદી આજે શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વે નો શિલાન્યાસ કરશે - શાહજહાંપુરમાં સીએમ યોગી આદિત્યનાથની મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની મુલાકાત લેશે (PM Modi Shahjahanpur UP Visit). વડાપ્રધાન મોદી ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરશે(PM Narendra Modi lays foundation stone of Ganga Expressway). વડાપ્રધાનના આ કાર્યક્રમમાં લગભગ બે લાખ લોકો આવવાની આશા છે.

PM Modi Shahjahanpur UP Visit : વડાપ્રધાન મોદી ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરવા શાહજહાંપુર યુપીની મુલાકાતે
PM Modi Shahjahanpur UP Visit : વડાપ્રધાન મોદી ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરવા શાહજહાંપુર યુપીની મુલાકાતે

By

Published : Dec 18, 2021, 7:14 AM IST

શાહજહાંપુરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 18 ડિસેમ્બરે શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વે નો શિલાન્યાસ(PM Narendra Modi lays foundation stone of Ganga Expressway) કરશે. આ સાથે તેઓ એક જનસભાને(PM Narendra Modi public meeting in Shahjahanpur) પણ સંબોધિત કરશે. આજે રેલવે ગ્રાઉન્ડ રોજા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ(PM Narendra Modi program in UP) યોજાશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી 12 જિલ્લાઓને જોડતા ગંગા એક્સપ્રેસ વે નો શિલાન્યાસ(Foundation stone of Ganga Expressway) કરશે.

વડાપ્રધાન શિલાન્યાસ કરી જનસભાને સંબોધિત કરશે

મેરઠથી પ્રયાગરાજને જોડતો 52 કિમીનો જનતા એક્સપ્રેસ વે શાહજહાંપુરમાંથી(ganga expressway shahjahanpur) પસાર થઈ રહ્યો છે. જેનો વડાપ્રધાન શિલાન્યાસ કરશે. આ સાથે તેઓ શાહજહાંપુરના આ મેદાન પરથી એક જનસભાને પણ સંબોધિત કરશે.

વડાપ્રધાનનું ભાષણ સાંભળવા માટે 2000 બસો દ્વારા લોકો પહોંચશે

વડાપ્રધાનના આ કાર્યક્રમમાં લગભગ બે લાખ લોકો આવવાની આશા છે. રેલીમાં શાહજહાંપુરની નજીકના જિલ્લાઓ બરેલી, પીલીભીત, બદાઉન, લખીમપુર ખેરી, સીતાપુર, હરદોઈ, ફરુખાબાદ જિલ્લાઓમાંથી ભાજપના કાર્યકર્તાઓ-અધિકારીઓ અને જનતા વડાપ્રધાનનું ભાષણ સાંભળવા માટે હાજર રહેશે. અંદાજે 2000 બસો દ્વારા લોકો જિલ્લામાં પહોંચે તેવી અપેક્ષા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12.50 વાગ્યે શાહજહાંપુર પહોંચશે

કાર્યક્રમને સફળ બનાવવાની જવાબદારી ઉત્તર પ્રદેશ સરકારના કેબિનેટ પ્રધાન સુરેશ કુમાર ખન્ના અને કેબિનેટ પ્રધાન જિતિન પ્રસાદને સોંપવામાં આવી છે. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ(CM Yogi Adityanath Visit in Shahjahanpur) અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 18 ડિસેમ્બરે બપોરે 12.50 વાગ્યે શાહજહાંપુર પહોંચશે અને બપોરે 2.15 કલાકે હેલિકોપ્ટર દ્વારા બરેલી જવા રવાના થશે.

આ પણ વાંચોઃ UP Assembly Election 2022: ઉત્તર પ્રદેશમાં ભાજપના નેતાઓએ ધામા નાખ્યા

આ પણ વાંચોઃ PM Modi Varanasi Visit : પીએમ મોદીનો નવો મંત્ર, બનારસ પાસેથી વિકાસ મોડલ શીખો

ABOUT THE AUTHOR

...view details