ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શાં માટે કાશી વિશ્વનાથ મંદિરના કર્મચારીઓ માટે વડાપ્રધાને મોકલ્યા સ્પેશિયલ શૂઝ, જાણો કારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કાશી વિશ્વનાથ ધામમાં (PM Modi sent Special jute shoes) તૈનાત સુરક્ષાકર્મીઓ, સેવાકર્મીઓ અને પૂજારીઓનું દિલ જીતી લીધું છે. વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં તૈનાત સુરક્ષા કર્મચારીઓ અને સફાઈ કામદારોને કડકડતી ઠંડીમાં આરસ પર ઉઘાડાપગો ફરજ બજાવવી ન પડે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માટે સ્પેશિયલ જ્યુટ શૂઝ મોકલ્યા છે. આગામી સમયમાં તે તમામ કર્મચારીઓને આપવામાં આવશે. બીજી તરફ કોરોનાના વધતા જતા કેસને જોતા ગર્ભગૃહમાં પ્રવેશ પર પ્રતિબંધ (ban on entry into the sanctum sanctorum) લગાવી દેવામાં આવ્યો છે.

PM Modi sent jute shoes
PM Modi sent jute shoes

By

Published : Jan 10, 2022, 12:04 PM IST

વારાણસીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ ધામ મંદિરમાં તૈનાત સુરક્ષાકર્મીઓ અને સ્વચ્છતા કર્મચારીઓને (Jute shoes for Kashi Vishwanath Temple) ખાસ ભેટ આપી છે. હવે આ બધા શુઝ પહેરીને મંદિરમાં પોતાની ફરજ બજાવી શકશે. મંદિરના પરિસરમાં ચામડા અથવા રબરના ચંપલ સાથે પ્રવેશ પ્રતિબંધિત છે, તેથી તેઓએ બધી ફરજ ઉઘાડાપગે કરવી પડતી હતી. કેટલાક કર્મચારીઓ પટ્ટા પહેરીને કામ કરતા હતા પરંતુ તે પહેરવું દરેક માટે યોગ્ય નથી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ (PM Modi sent Special jute shoes) કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓ માટે પર્યાવરણને અનુકૂળ જ્યુટ શૂઝ મોકલ્યા છે.

8 કલાકની ડ્યૂટી દરમિયાન લોકો ઘણી મુશ્કેલીનો સામનો કરે છે

8 કલાકની ડ્યૂટી દરમિયાન લોકો ઘણી મુશ્કેલીનો સામનો કરે છે

ડિવિઝનલ કમિશ્નર દીપક અગ્રવાલના જણાવ્યા અનુસાર આ શૂઝ PMO દ્વારા મોકલવામાં આવ્યા છે. હાલમાં કર્મચારીઓમાં જ્યુટમાંથી બનેલા 100 શૂઝનું વિતરણ કરવામાં આવ્યું છે. થોડા દિવસોમાં પૂજારીઓ, CRPF જવાનો, પોલીસકર્મીઓ, સેવાદાર અને સ્વચ્છતા કર્મચારીઓને આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કડકડતી શિયાળામાં મંદિર પરિસરના કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓ ખુલ્લા પગે ફરજ બજાવે છે. 8 કલાકની ડ્યૂટી દરમિયાન તેમને (Jute shoes for Kashi Vishwanath Temple) ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધ્યાને આવતા જ તેમણે જૂટના ચંપલ મોકલ્યા હતા.

કાશી વિશ્વનાથ મંદિરના કર્મચારીઓ માટે વડાપ્રધાને મોકલ્યા સ્પેશિયલ શૂઝ

મંદિરના ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ

કોરોનાને કારણે મંદિર પરિસરમાં આવતા ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા ગર્ભગૃહમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમજ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ડિવિઝનલ કમિશ્નર દીપક અગ્રવાલે જણાવ્યું કે, મોટી સંખ્યામાં લોકો દરરોજ બાબાના દર્શન કરવા અને પૂજા કરવા માટે અન્ય શહેરોમાંથી આવે છે. આવી સ્થિતિમાં આ નિર્ણય કોરોના માર્ગદર્શિકાને અનુસરવા અને સામાજિક અંતર જાળવવા માટે લેવામાં આવ્યો છે. હવે ભક્તો બાબાના ગર્ભગૃહમાં પ્રવેશ (ban on entry into the sanctum sanctorum) કરી શકશે નહીં.

જળાભિષેક માટે ગર્ભગૃહની નજીક વિશેષ વાસણો કરાશે સ્થાપિત

ભક્તોને બહારથી જ બાબાની ઝાંખી બતાવવામાં આવશે અને ટૂંક સમયમાં જળાભિષેક માટે ગર્ભગૃહની નજીક વિશેષ વાસણો સ્થાપિત કરવામાં આવશે. આવી સ્થિતિમાં ભક્તો બાબાનો જળાભિષેક અને દૂધ અભિષેક કરી શકશે. ઉલ્લેખનીય છે કે, વિશ્વનાથ ધામના સમર્પણ બાદ સામાન્ય દિવસો કરતા 5થી 8 ગણી વધુ સંખ્યામાં ભક્તો દર્શન કરવા ધામમાં પહોંચી રહ્યા હતા અને આ ભીડ સતત વધી રહી હતી પરંતુ કોરોનાના વધતા જતા કેસને જોતા મંદિર સરકારે મંદિરના ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: Terrorists killed in JK: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં અથડામણ, 2 આતંકી ઠાર

આ પણ વાંચો: આ પાંચ રાજ્યોમાં રસીકરણના સર્ટીફિકેટ પર PM મોદીના ફોટા પર પ્રતિબંધ, જાણો કારણ

ABOUT THE AUTHOR

...view details