નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકની તપાસ કરવા માટે ગૃહ મંત્રાલયે હવે એક તપાસ સમિતિ (Home Ministry makes Inquiry Committee) બનાવી છે. ગૃહ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય સમિતિ પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રોકવાના કારણોની (Narendra Modi Ferozepur visit) તપાસ કરશે. ગૃહ મંત્રાલયની સમિતિ ઘટનાના એક દિવસ પછી બનાવવામાં આવી છે. કેટલાક પ્રદર્શનકારીઓએ રસ્તો રોકીને ઊભા હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો 20 મિનિટ ફ્લાયઓવર પર ફસાયેલો રહ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાને પંજાબની પોતાની યાત્રાથી પરત ફરવું (PM Modi Security Breach) પડ્યું હતું.
ગૃહ મંત્રાલયે બનાવી સમિતિ
ગૃહ મંત્રાલયની ત્રણ સભ્યોની સમિતિનું (Home Ministry makes Inquiry Committee) નેતૃત્વ સુરક્ષા સચિવ સુધીર કુમાર સક્સેના (Security Secretary Sudhir Kumar Saxena) કરશે. સક્સેના કેબિનેટ સચિવાલયમાં પોસ્ટેડ છે. આ ઉપરાંત આ સમિતિમાં ઈન્ટેલિજન્સ બ્યૂરો (IB)ના સંયુક્ત ડિરેક્ટર બલબીર સિંહ (IB Joint Director Balbir Singh) અને સ્પેશિયલ પ્રોટેક્શન ગૃપ (SPG)ના મહાનિરીક્ષક (IG) એસ. સુરેશ (SPG IG S Suresh) પણ સામેલ હશે.
પંજાબના ફિરોઝપુરની યાત્રા દરમિયાન વડાપ્રધાનની સુરક્ષામાં થઈ હતી ચૂક
ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે, 5 જાન્યુઆરી 2022ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબના ફિરોઝપુરની યાત્રા (Narendra Modi Ferozepur visit) દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ચૂકની (PM Modi Security Breach) તપાસ માટે એક સમિતિ બનાવવામાં આવી છે. ફિરોઝપુરમાં વડાપ્રધાનની સુરક્ષામાં ચૂકની ઘટના પર ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે, આ ઘટનાથી એ છતું થયું છે કે, VVIP ગંભીર સુરક્ષા જોખમનો (VVIP exposure to grave security risk) સામનો કરી રહ્યા છે.
પંજાબ સરકાર પાસે માગ્યો રિપોર્ટ, સમિતિ બનાવાઈ
કેન્દ્રિય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને તાત્કાલિક અહેવાલ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો કે, તેમણે જરૂરી તહેનાતીની ખાતરી કરી નથી. જ્યારે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah on PM Modi Security Breach) કહ્યું હતું કે, વડાપ્રધાનની મુલાકાત દરમિયાન સુરક્ષા પ્રક્રિયામાં આવી બેદરકારી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને જવાબદારી નિશ્ચિત કરવામાં આવશે. પંજાબના મુખ્યપ્રધાન ચરણજિતસિંહ ચન્નીએ (Punjab CM Charanjit Singh Channi on PM Modi Security) આ ઘટના પાછળ સુરક્ષામાં કોઈ ખામી અથવા રાજકીય ઉદ્દેશ હોવાનો ઈનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, તેમની સરકાર તપાસ કરવા તૈયાર છે.