હૈદરાબાદ: PM મોદીની સુરક્ષામાં ચૂક (PM Modi Security Breach)થવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે ચીફ જસ્ટિસ એનવી રમનાની સામે આ મામલો ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરવા તૈયાર થઈ ગઈ છે. આ અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે 7 જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે (PM's security lapse case in Supreme Court).
કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી
સુપ્રીમ કોર્ટે મનિન્દર સિંહને અરજીની નકલ કેન્દ્ર સરકાર અને પંજાબ સરકારને પણ મોકલવા કહ્યું છે. અરજદારે કહ્યું કે, આ મામલાની તપાસ જિલ્લા ન્યાયાધીશની દેખરેખ હેઠળ થવી જોઈએ. આ સાથે ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તે માટે જે પણ જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.
હવામાન સાફ ન હોવાના કારણે રોડ માર્ગે જવાનો નિર્ણય કર્યો
નોંધનીય છે કે, 5 જાન્યુઆરીના બુધવારે PM મોદી પંજાબની મુલાકાતે (PM Modi Punjab Visit) હતા. આ દરમિયાન તેઓ હવાઈ માર્ગે ભટિંડા (PM Modi In Bathinda) પહોંચ્યા, જ્યાંથી તેમને હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલાના શહીદ સ્મારક (hussainiwala national martyrs memorial) પર પહોંચવાનું હતું, પરંતુ હવામાન ખરાબ થઈ ગયું. જ્યારે હવામાનમાં સુધારો ન થયો ત્યારે નિર્ણય લેવામાં આવ્યો કે તે રોડ માર્ગે રાષ્ટ્રીય શહીદ સ્મારક જશે, જેમાં 2 કલાકથી વધુ સમય લાગશે.
આ પણ વાંચો:PM Security Breach In Punjab: BJP અધ્યક્ષ નડ્ડાએ કર્યા ધડાધડ ટ્વીટ્સ, પંજાબના CMને લઇને કર્યો મોટો ખુલાસો
15થી 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર PM અટવાયા
DGP પંજાબ પોલીસ (DGP Punjab Police) દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થાની ખાતરી કર્યા બાદ વડાપ્રધાન રોડ માર્ગે પ્રવાસ માટે આગળ વધ્યા. જ્યારે વડાપ્રધાનનો કાફલો (Pm modi's convoy in punjab) હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારકથી લગભગ 30 કિમી દૂર ફ્લાયઓવર પર પહોંચ્યો ત્યારે કેટલાક વિરોધીઓએ રસ્તો રોક્યો હતો. જેના કારણે વડાપ્રધાન 15થી 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા અને ત્યારબાદ તેઓ પાછા ભટિંડા પરત ફર્યા હતા. પંજાબ પોલીસ અને સરકાર આ મામલે સવાલોના ઘેરામાં છે.
આ પણ વાંચો:Modi in Bhatinda: CMનો આભાર કે હું જીવતો પરત ફરી શક્યો', શું ચૂંટણીમાં પણ વડાપ્રધાનનું નિવેદન મુદ્દો બનશે?