ચંદીગઢ: પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે (Captan On PM Security Breach) વડાપ્રધાનમોદીનો પ્રવાસ રદ્દ (pm modi ferozpur program cancelled) થતા કહ્યું કે, "મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની અને રાજ્યના ગૃહપ્રધાન સુખજિંદર સિંહ રંધાવાને પદ્દ પર રહેવાનો કોઈ અધિકાર નથી. આ મામલે ગૃહ મંત્રાલયે કહ્યું કે, વડાપ્રધાનની સુરક્ષા ભંગ (PM Modi Security Breach) અંગે સરકાર પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
આ પણ વાંચો:CMનો આભાર કે હું જીવતો પરત ફરી શક્યો', શું ચૂંટણીમાં પણ વડાપ્રધાનનું નિવેદન મુદ્દો બનશે?
પદ્દ પર રહેવાનો કોઈ અધિકાર નથી : અમરિંદર
કેપ્ટન અમરિંદરે કહ્યું કે, મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાનને પદ્દ પર રહેવાનો કોઈ અધિકાર નથી, તમારે તમારું પદ્દ છોડવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સંપૂર્ણ નિષ્ફળતા (amarinder Punjab law and order Complete failure) સામે આવી છે. અમરિન્દર સિંહના કહેવા પ્રમાણે, '... જ્યારે તમે પાકિસ્તાન સરહદથી માત્ર 10 કિમી દૂર દેશના વડાપ્રધાનને સરળ અને યોગ્ય માર્ગ ન આપી શકો ત્યારે તમને પદ્દ પર રહેવાનો કોઈ અધિકાર નથી. તમારે છોડી દેવું જોઈએ!'
આ પણ વાંચો:BJP અધ્યક્ષ નડ્ડાએ કર્યા ધડાધડ ટ્વીટ્સ, પંજાબના CMને લઇને કર્યો મોટો ખુલાસો
સુરક્ષાને લઈને કોઈ સમજૂતી કરી નથી: CM ચન્ની
કેપ્ટન અમરિંદરના આક્રમક વલણ વચ્ચે મુખ્યપ્રધાન ચન્નીએ (CM Channi On PM Security Breach ) કહ્યું કે, પંજાબ સરકારે વડાપ્રધાનની સુરક્ષાને લઈને કોઈ સમજૂતી કરી નથી. તેમણે કહ્યું કે, જો વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ ક્ષતિ સાબિત થશે તો દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.