- રાજા મહેન્દ્ર સિંહ યુનિવર્સિટીનો PM મોદીએ કર્યો શિલાન્યાસ
- ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ કૉરિડોરનું નિરીક્ષણ કર્યું
- મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ રહ્યા ઉપસ્થિત
અલીગઢ: પીએમ નરેન્દ્ર મોદી અલીગઢ પહોંચી ચૂક્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ રાજા મહેન્દ્ર પ્રતાપના નામથી બનાવવામાં આવી રહેલી યુનિવર્સિટીનો શિલાન્યાસ રાખ્યો છે. આ તક પર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર છે. અલીગઢ પહોંચીને પીએમ મોદીએ ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ કૉરિડોરનું નિરીક્ષણ કર્યું. પીએમ મોદીની સાથે યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, યુપી સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર છે. પીએમ મોદીએ અહીં યુનિવર્સિટીના મૉડલનું નિરીક્ષણ કર્યું.
કલ્યાણ સિંહને કર્યા યાદ
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, "આજે અલીગઢ માટે, પશ્ચિમ ઉત્તર પ્રદેશ માટે ઘણો મોટો દિવસ છે. આજે રાધાષ્ટમી છે, જે આજના દિવસને વધુ પવિત્ર બનાવે છે. વ્રજ ભૂમિના કણ-કણમાં રાધા જ રાધા છે. હું આખા દેશને રાધાષ્ટમીની હાર્દિક શુભકામનાઓ આપું છું." તેમણે કહ્યું કે, "સ્વર્ગીય કલ્યાણ સિંહજીની ગેરહાજરીનો ઘણો જ અનુભવ કરી રહ્યો છું. આજે કલ્યાણ સિંહ આપણી સાથે હોત તો રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ રાજ્ય વિશ્વવિદ્યાલય અને ડિફેન્સ સેક્ટરમાં બની રહેલી અલીગઢની નવી ઓળખને જોઇને ખુશ થયા હોત."
રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના યોગદાનને નમન કરવાનો પ્રયત્ન
પીએમ મોદીએ કહ્યું કે, "આજે જ્યારે દેશ આઝાદીના 75 વર્ષનો પર્વ મનાવી રહ્યો છે, આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે તો આ પ્રયત્નોને વધારે ગતિ આપવામાં આવી છે. ભારતની આઝાદીમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહજીના યોગદાનને નમન કરવાનો પ્રયત્ન આવો જ એક પવિત્ર અવસર છે." તેમણે કહ્યું કે, "આજે દેશનો દરેક યુવાન જે મોટા સપનાઓ જોઈ રહ્યા છે, જે મોટા લક્ષ્ય મેળવવા ઇચ્છે છે, તેણે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહજીના વિશે જરૂર જાણવું જોઇએ, જરૂરથી વાંચવું જોઇએ. રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહજીના જીવનમાંથી આપણને અદ્દભુત ઇચ્છાશક્તિ મળે છે જે આપણા સપના પૂરા કરવા માટે કંઈપણમાંથી પસાર થવાની જીવનશક્તિ શીખવા મળે છે."