ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Ujjwala Yojana: PM મોદીએ કહ્યું- ઉજ્જવલા યોજના પર કેબિનેટનો નિર્ણય લાભાર્થીઓને ઘણી મદદ કરશે - ઉજ્જવલા યોજના પર કેબિનેટનો નિર્ણય

કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મોટી ભેટ આપી છે. સરકારે ઉજ્જવલા યોજના હેઠળ સબસિડીનો સમયગાળો એક વર્ષ માટે લંબાવ્યો છે. આના પર પીએમએ કહ્યું છે કે, ઉજ્જવલા યોજના પર કેબિનેટનો નિર્ણય લાભાર્થીઓને ખૂબ મદદરૂપ થશે.

PM મોદીએ કહ્યું- ઉજ્જવલા યોજના પર કેબિનેટનો નિર્ણય લાભાર્થીઓને ઘણી મદદ કરશે
PM મોદીએ કહ્યું- ઉજ્જવલા યોજના પર કેબિનેટનો નિર્ણય લાભાર્થીઓને ઘણી મદદ કરશે

By

Published : Mar 25, 2023, 4:02 PM IST

નવી દિલ્હી: ઉજ્જવલા યોજનાથી ઘરે ઘરે સિલિન્ડર તો આવી ગયા પરંતુ મહિલાઓની આર્થીક હાલત બગડી છે. કારણ કે, મોંઘવારી વધી રહી છે. જેના કારણે મહિલાઓ દેશી ચૂલા વાપરી રહી હતી. પરતું, તેમાં સરકારની ઉજ્જવલા યોજના આવી. છતા મહિલાઓની પરિસ્થિતી જૈસૈ થે છે. કારણ કે, પહેલા ચૂલાના ધુમાંડાથી બીમાર અને હવે ગેસના બાટલાના ભાવથી આથિક બિમારી વેઠવાનો વારો આવ્યો છે. વડાપ્રધાને આજે સવારે કહ્યું કે ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી સબસિડીના વિસ્તરણથી લાભાર્થીઓને ઘણી મદદ મળશે.

ઉત્પાદનોની ઊંચી કિંમતો:વડપ્રધાને પોતાની વાત આગળ કરતા કહ્યું કે, સરકારે શુક્રવારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ LPG સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડી એક વર્ષ માટે લંબાવી છે. આ પગલું આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની ઊંચી કિંમતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. આ પહેલથી 9.6 કરોડ પરિવારોને ફાયદો થશે.

આ પણ વાંચો દિલ્હીમાં યુવતીને કારમાં ખેંચી જવાના CCTV ફૂટેજ થયા વાયરલ

મોદીએ ટ્વીટ કર્યુ:પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યુ હતું જેમાં લખ્યું હતું કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંગે કેબિનેટનો નિર્ણય લાભાર્થીઓને ખૂબ મદદરૂપ થશે. સ્વચ્છ રસોઈ ઇંધણ તરફ પગલાં ભરવામાં આવશે. કાચા શણના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)માં વધારાની પ્રશંસા કરતાં વડા પ્રધાને કહ્યું કે, આનાથી ખેડૂતોને વધુ સશક્તિકરણ મળશે. સરકારે શુક્રવારે એટલે કે આજે 2023-24 સીઝન માટે કાચા શણ માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)માં 300 રૂપિયાનો વધારો કરીને 5,050 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કર્યો છે.

આ પણ વાંચો Delhi Tribal Festival: દિલ્હીમાં 100 રૂપિયામાં વેચાઈ રહી છે કીડીની ચટણી, જાણો તેની પાછળનું કારણ

ઉજ્જવલા યોજના:માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે શુક્રવાર, 24 માર્ચે પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ PMYUના લાભાર્થીઓને દર વર્ષે 12 રિફિલ માટે 14.2 કિલોના સિલિન્ડર દીઠ રૂપિયા 200ની સબસિડીને મંજૂરી આપી છે. તારીખ 1 માર્ચ, 2023 સુધી, આ યોજનાના 9.59 કરોડ લાભાર્થીઓ છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. તે સમયે પાંચ કરોડ બીપીએલ પરિવારોની મહિલા સભ્યોને એલપીજી કનેક્શન આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું.

ઉજ્જવલા યોજના બની બિસ્માર: આ યોજનાની શરૂઆતમાં કોઇ ગેસના બાટલાના ભાવ બહુ ઓછા હતા. પરંતુ સમય જતાની સાથે ભાવમાં મોટો વધારો આવ્યો. જેના કારણે મહિલાઓ ફરી દેશી ચૂલા તરફ વળી છે. મોંઘવારી હવે મારી નાંખશે કેમ કે સતત ઘરની ચીજ-વસ્તુઓના ભાવમાં વધારો થઇ રહ્યો છે. પણ એ નક્કી છે કે હવે ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માટે મહિલાઓ એક વાર નહીં સો વાર વિચાર કરશે.

ABOUT THE AUTHOR

...view details