ગુજરાત

gujarat

By

Published : Mar 29, 2022, 4:19 PM IST

ETV Bharat / bharat

BJP સંસદીય દળની બેઠકઃ PM મોદીએ કહ્યું, તમામ પૂર્વ વડાપ્રધાનોનું સન્માન કરો

ભાજપ સંસદીય દળની બેઠકમાં પૂર્વ વડાપ્રધાનોના મ્યુઝિયમનો ઉલ્લેખ(Mention of former PM Museum in Parliament) કરતા પીએમ મોદીએ કહ્યું કે, ભલે ભાજપમાં વડાપ્રધાન હોય, પરંતુ દેશના દરેક વડાપ્રધાનનું યોગદાન મહત્વનું છે અને તેનું સન્માન કરવું જોઈએ.

BJP સંસદીય દળની બેઠકઃ PM મોદીએ કહ્યું, તમામ પૂર્વ વડાપ્રધાનોનું સન્માન કરો
BJP સંસદીય દળની બેઠકઃ PM મોદીએ કહ્યું, તમામ પૂર્વ વડાપ્રધાનોનું સન્માન કરો

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Mention of former PM Museum in Parliament) તીન મૂર્તિ ભવન સંકુલમાં બનેલા ભૂતપૂર્વ વડાપ્રધાનના સંગ્રહાલયના મહત્વ(Importance of the former PM Museum) પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, તમામ સાંસદોએ તે જોવું જોઈએ. વડાપ્રધાન મોદી 14 એપ્રિલે બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર આ મ્યુઝિયમનું (Prime Minister Museum) ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. સૂત્રોએ આ અંગે માહિતી આપી હતી.

આ પણ વાંચો:Uttar Pradesh Cabinet : પ્રધાનોને કેબિનેટ ખાતાઓનું વિતરણ, નાયબ મુખ્યપ્રધાન કેશવ મૌર્યને ગ્રામીણ વિકાસ

બેઠકમાં હાજર રહેલા એક નેતાના જણાવ્યા અનુસાર વડાપ્રધાને પૂર્વ વડાપ્રધાનોના મ્યુઝિયમનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, તેમાં ભલે ભાજપના વડાપ્રધાન હોય, પરંતુ દેશના દરેક વડાપ્રધાનનું યોગદાન મહત્વનું છે અને તેથી તેમનુ સન્માન કરવું જોઈએ. આ નેતાના કહેવા પ્રમાણે, વડાપ્રધાને કહ્યું કે, આપણે એક જ છીએ, બાકી બધા તેમના છે. આપણે પાર્ટી ભાવનાથી ઉપર ઉઠીને તમામ વડાપ્રધાનોનું સન્માન કરવું જોઈએ. તમારે બધાએ અહીં જવું જોઈએ. આ મ્યુઝિયમમાં તમામ ભૂતપૂર્વ વડા પ્રધાનોના યોગદાનનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમને વિવિધ માધ્યમો દ્વારા પ્રદર્શિત પણ કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના: સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને તેમના સંબોધનમાં ગરીબોને રાહત આપવા માટે મફત અનાજ કાર્યક્રમ- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આ વર્ષે સપ્ટેમ્બર સુધી છ મહિના માટે લંબાવવાનો ઉલ્લેખ કર્યો હતો અને સાંસદોને કહ્યું હતું કે, તેઓને આ યોજના વિશે જાણવું જોઈએ. લોકોએ ઘરે જઈને કહેવું જોઈએ. બેઠક બાદ સંસદીય બાબતોના રાજ્ય પ્રધાન અર્જુન રામ મેઘવાલે પત્રકારોને જણાવ્યું કે, સાંસદોએ અન્ન અનાજ યોજનાના વિસ્તરણ માટે વડાપ્રધાનનો આભાર માન્યો હતો. તાજેતરમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:Misuse of BJP's Letterpad Gujarat: ભાજપના લેટરપેડ અને પ્રદેશ મીડિયા કન્વીનરની સહીનો દૂરુપયોગ, યજ્ઞેશ દવેએ નોંધાવી ફરિયાદ

સામાજિક ન્યાય સપ્તાહ મનાવવા પર ભાર: માર્ચ 2020 માં, કેન્દ્રએ કોવિડ-19 રોગચાળા દરમિયાન લોકોની મુશ્કેલીઓને હળવી કરવાના પ્રયાસોના ભાગરૂપે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ આવરી લેવામાં આવેલા 80 કરોડથી વધુ લાભાર્થીઓને મફત અનાજ પ્રદાન કરવા PMGKAY શરૂ કરી. મેઘવાલે કહ્યું કે, આજની બેઠકમાં વડાપ્રધાને 6 થી 14 એપ્રિલ સુધી સામાજિક ન્યાય સપ્તાહ મનાવવા પર ભાર મૂક્યો હતો. આ દરમિયાન વડાપ્રધાને સાંસદોને પોતપોતાના સંસદીય ક્ષેત્રમાં કાર્યક્રમોનું આયોજન કરવા જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને આ સમયગાળા દરમિયાન સાંસદોને બાબાસાહેબ આંબેડકર સાથે જોડાયેલા તીર્થસ્થળોની મુલાકાત લેવા પણ કહ્યું હતું. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે યોજાયેલી બીજેપી સંસદીય દળની બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા.

ABOUT THE AUTHOR

...view details